Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાજકોટ ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલની ઉત્કૃષ્ટ કામગીરી : ફિલ્મી ઢબે પીછો કરીને ચીલઝડપ કરનારને ઝડપી લીધો

રાજકોટ ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે ઉત્કૃષ્ઠ કામગીરી કરતા મહિલાનું પર્સની ચીલઝડપ કરી ભાગતા બાઈક સવારનો ફિલ્મી ઢબે પીછો કરીને એકને ઝડપી પાડ્યો છે

 શહેરના ભરચક જાગનાથ વિસ્તારમાં મહિલાનું પર્સ ચીલ ઝડપ કરી ડબલ સવારી બાઈક પર નાસી છૂટ્યા હતા ચિલઝડપ ના બનાવ ના પગલે મહિલા બુમા બુમ કરતા ત્યાંથી પસાર થતા ટ્રાફિક વાન ના હેડ કોન્સ્ટેબલે જાગૃતતા દાખવી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો

 સરદારનગરમાં પીછો કરતા પોલીસથી બચવા એક શખ્સે સામે છરી કાઢી તેમ છતાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ આહિરે હિંમત દાખવી ચીલઝડપ કરનાર એકને ઝડપી લીધો હતો બીજો નાસી છૂટયો પોલીસ કંટ્રોલરૂમને જાણ જાણ કરાતા ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને મહિલાની ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી

(1:03 am IST)
  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST