Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગણપતિ મંગલ મહોત્સવમાં બહેનો માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા : ૪૬ પાણીપુરી ખાઇને નીધિબેન બારસીયા પ્રથમ

૪પ પાણીપુરી ખાઇને નેહાબેન બુદ્ધદેવ દ્વિતિય, ૪૪ પાણીપુરી સાથે ઉર્મિબેન પંડયા તૃતિય, ૪૩ પાણીપુરી સાથે હેતલબેન બુદ્ધદેવ ચતુર્થ ક્રમે વિજેતા

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બવોર્ડના ચેરમેન ધનુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ખાતે કરવામાં આવેલ છે. આ ગણપતિ મંગલ મહોત્સવમાં રોજ વિવિધ સમાજ, શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક સંસ્થાના આગેવાનો મહાઆરતીનો લાભ લે છે તેમજ એક પારિવારીક વાતાવરણમાં દરરોજ બાળકો અને મહીલાઓ માટે વિવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન અને ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગઇકાલે બહેનો માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઇ હતી. દરેક સ્પર્ધકોએ ૩ મીનીટમાં પાણીપુરી ખાવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો હતો. જેમાં ૪૬ પાણીપુરી ખાઇને પ્રથમ નિધીબેન બારસીયા, ૪પ પાણીપુરી ખાઇને નેહાબેન બુદ્ધેવ દ્વિતિય, ૪૪ પાણીપુરી સાથે ઉર્મીબેન પંડયા તૃતિય, ૪૩ પાણીપુરી સાથે હેતલબેન બુદ્ધદેવ ચતુર્થ ક્રમે વિજેતા જાહેર થયા હતા. તેમજ અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ભાજપ મહીલા મોરચાના બહેનો પણ આ સ્પર્ધામાં જોડાયા. જેમાં ર૭ પાણીપુરી સાથે કિરણબેન હરસોડા પ્રથમ, ર૬ પાણીપુરી સાથે દક્ષાબેન વસાણી દ્વિતિય, રપ પાણીપુરી સાથે અનસોયાબેન પરમાર અને ર૩ પાણીપુરી સાથે સોનલબેન ચોવટીયા તૃતિય ક્રમે વિજેતા જાહેર થયા હતા. ત્યારે આ સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા કમલેશ મિરાણી, અંજલીબેન રૂપાણી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, નયનાબેન પેઢડીયા, પુનિતાબેન પારેખ , કિરણબેન માંકડીયા, રક્ષાબેન બોળીયા, કંચનબેન સિદ્ધપુરા, ડો. દર્શીતાબેન શાહ, રૂપાબેન શીલુ સહિતના સાંસ્કૃતિક સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:45 pm IST)
  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST