Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સ્વ. ઇન્દુબેન રસીકલાલ અનડકટની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથીએ નિઃશુલ્ક સાડી વિતરણ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહમંત્રી ગોપાલભાઇ અનડકટ, મયુરભાઇ તથા પરેશભાઇના માતુશ્રી સ્વ.ઇન્દુબેન રસીકલાલ અનડકટની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ વિનામુલ્યે સાડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. અંદાજીત ૬ હજાર જેટલા ગરીબ પરિવારના બહેનોને નિઃશુલ્ક સાડી વિતરણ થયેલ. ઓમ રીયાલીટી, વિનોદભાઇ શેઠ હોલની બાજુમાં, કોઠારીયા મેઇન રોડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના હસ્તે કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ વાઘેલા, કોંગ્રેસ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જીજ્ઞેશભાઇ જોષી, રાજકોટના મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, ભૂતપૂર્વ વિરોધપક્ષના નેતા અતુલભાઇ રાજાણી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, જાગૃતિબેન ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, વલ્લભભાઇ  પરસાણા, હારૂનભાઇ ડાકોરા, મયુરસિંહ જાડેજા, લોહાણા સમાજ અગ્રણી હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠલાણી, શૈલેષભાઇ પાબારી, વિધાનસભા ૭૦ ના પ્રમુખ ઇન્દુભા રાઓલ સાથે કોંગ્રેસ અગ્રણીઓ સતુભા જાડેજા, માણસુરભાઇ વાળા, નાગજીભાઇ વિરાણી, બીજલભાઇ ચાવડીયા, સુરેશભાઇ બથવાર, પ્રકાશભાઇ રાખસીયા, માવજીભાઇ રાખસીયા, પ્રવિણભાઇ ચાંડપા, દર્શનભાઇ ઝાલાવડીયા, મહેશભાઇ રૈયાણી, ચતુરસિંગ પ્રજાપતિ, યુનુસભાઇ જુણેજા, હબીબભાઇ કટારીયા, રણજીતભાઇ મુંધવા, બહાદુરભાઇ સિંધવ, કુલદીપસિંહ પરમાર, અતુલભાઇ પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST