Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૧૬મીથી રાજકોટમાં હિમાંશુ નંદાનો ત્રિદિવસીય 'બાંસુરી વર્કશોપ'

પદ્મવિભુષણ હરીપ્રસાદ ચૌરસીયાના શિષ્ય, બાંસુરીવાદનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે : અધરવેણુ ચેરીટેબલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય શાળા પ્રાંગણમાં આયોજન : બાંસુરીવાદકોને તાલીમ લેવા અનુરોધ

રાજકોટ, તા. ૧૨ : હિન્દુ સંસ્કૃતિની સુશુપ્ત કલાને બહાર લાવવાના ઉમદા આશ્રયથી અધરવેણુ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી અને આ ગ્રુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની અતિ પ્રિય અધર ઉપર રહેલ વેણુ (બાંસુરી) વાદનની કલાને બાંસુરીવાદકોને એકત્ર કરી, શાસ્ત્રીય સંગીત પદ્ધતિથી બાંસુરી વાદન શીખવવાનો પ્રયાસ કરી રહી છે. અધરવેણુના વિદ્યાર્થીઓ ગત વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભ યોજાયેલ હતો તેમાં બે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તેઓ બંને રાજકોટ પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવેલ અને રાજકોટનું સંગીત ક્ષેત્રનું ગૌરવ વધારી ખૂબ જ નામના મેળવેલી છે.

હાલના શ્રાવણ માસમાં ભગવાન શ્રી ૃકૃષ્ણના જન્મ પૂર્વના તૈયારીરૂપે શ્રી કૃષ્ણને અતિપ્રિય બાંસુરી દ્વારા સૂરમય તૈયારી અધરવેણુ ગ્રુપ કરી રહી છે. જેના ભાગરૂપે અધરવેણુ દ્વારા દરેક વર્ષે જુદા જુદા બાંસુરી વાદનના તજજ્ઞનો વર્કશોપ કરતી આવી છે અને તેવી રીતે આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત અને પદ્મવિભૂષણ પંડિત શ્રી હરિપ્રસાદ ચૌરસીયાના પ્રભાવિત શિષ્ય શ્રી હિમાંશુ નંદા કે જેઓ સંગીત ક્ષેત્રમાં ખૂબજ પ્રભાવશાળી પ્રતિભા ધરાવે છે. તેઓ બાંસુરીમાં વિસારદ છે અને માસ્ટર ડિગ્રી ધારણ કરી તાજેતરમાં 'અમરીતા યુનિવર્સિટી કોઈમ્તુર' ખાતે પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ 'ચિન્મયાનાદ બિંદુ ગુરૂકુળ- પર્ફોર્મીંગ આર્ટ યુનિવર્સિટી, કોલ્વન, પુણે'ના વિઝન ડિરેકટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને તેઓએ ભારત દેશમાં જુદા - જુદા સ્થળોએ લાઈવ કોન્સર્ટ કરેલ છે તેવી જ રીતે સાઉથ આફ્રિકા, યુએસએ, શ્રીલંકા, ફ્રાન્સ, સીંગાપુર, ઈન્ડોનેશિયા, દુબઈ, જાપાન વગેરે દેશોમાં પણ બાંસુરીની લાઈવ કોન્સર્ટ કરી ભારતીય શાસ્ત્રીય સંગીતનો બાંસુરી વાદન દ્વારા પ્રચાર - પ્રસાર કરી ખૂબ જ નામના મેળવેલ છે અને તેઓનો ત્રિ-દિવસીય વર્કશોપ અધરવેણુ ગ્રુપ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યો છે.

તસ્વીરમાં જીજ્ઞેશભાઈ લાઠીગરા, ચેતનભાઈ જોષી, મનોજભાઈ ચાંપાનેરી, કમલેશભાઈ ભાલોડી, વિરેનભાઈ વાગડીયા અને ધ્વની વાગડીયા (ગુજરાત કલા મહાકુંભ વિજેતા) નજરે ડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)