Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

શ્રાવણ માસનો બીજો સોમવાર : શિવાલયોમાં પૂજા-પાઠ-અભિષેક કરવા ભાવિકો ઉમટયા

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. આ મહીનામાં સોમવારનું વિશેષ મહત્વ ગણાતુ હોય મહાદેવજીને રીજવવા પૂજા-પાઠ-અભિષેક કરવા ભાવિકોએ શિવાલયોમાં ભીડ જમાવી દીધી હતી. વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠાયા હતા.  ઉપરોકત ઉપરની પ્રથમ તસ્વીરમાં  યુનિવર્સિટી રોડ, પંચાયતનગર ખાતેના  શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરતા ભુપતભાઇ બોદર, રસીકભાઇ મહેતા, કોમલબેન મહેતા તેમજ બીજી તસ્વીરમાં યુનિ.રોડ પરના ઓમ કારેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીને જળાભિષેક કરતા સરવેશ્વર ચૌહાણ, રશ્મીબેન ચૌહાણ, આત્મન, નિરમાન નજરે પડે છે. નીચેની પ્રથમ અને છેલ્લી તસ્વીરમાં ધારેશ્વર મહાદેવને રીઝવતા ભાવિક ભકતો તેમજ વચ્ચેની તસ્વીરમાં વિનાયકનગરમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવને ભાવથી ભજતા યુવા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ડવ તથા પ્રજ્ઞાબેન ડવ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:44 pm IST)