News of Thursday, 12th July 2018

પુનાની કંપનીને ઓર્ડર મુજબ માલ કિંમતના ૧૯ લાખ ૭૬ હજાર વ્યાજ સહિત ચુકવવા આદેશ

રાજકોટ તા.૨૨: જી.આઇ.ડી.સી. મેટોડા રાજકોટ મુકામે ઇમ્પેલ કાસ્ટ પ્રા.લી.ના નામથી ઓટો એન્ડ મશીનરી પાર્ટસની કાસ્ટીંગ, ડિલીંગ અને મેન્યુફેકચરીંગનો ધંધો કંપનીએ મોર્ડન એન્ડરપ્રાઇઝ કે જે પર ર, એમ.આઇ.ડી.સી. ભોસરી પુના મુકામે ઓટો એન્ડ મશીનરી પાર્ટસનો ધંધો કરે છે અને ઓર્ડર મુજબ ઇમ્પેલ કાસ્ટ પ્રા.લી. એ મોર્ડન એન્ટર પ્રાઇઝને રૂ.૧૯,૭૬,૨૩૨નો માલ મોકલેલ જે માલની કિંમત મોર્ડન એન્ટર પ્રાઇઝે નહિં ચુકવતા ગોંડલના સીવીલ કોર્ટમાં રૂ.૧૯,૭૬,૨૩૨ ની વ્યાજ સહિતની રકમ મળવા સ્પે.સીવીલ દાવા નં.૧૯/૧૧ થી તા.૫/૩/૧૧ના રોજ દાવો ગુજારેલ  છે દાવો ગોંડલના સીવીલ જર્જ મંજુર રાખી રૂ.૧૯,૭૬,૨૩૨ દાવા તરીખીથી ૯ ટકાના વ્યાજ લેખે ઇમ્પેલ કાસ્ટ પ્રા.લી.ને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

વાદી તરફે કરવામાં આવેલ લંબાણ પૂર્વકની દલીલો માન્ય રાખી પ્રતિવાદી મોર્ડન એન્ટરપ્રાઇઝ વાદી કંપની ઇમ્પેલ કાસ્ટ પ્રા.લી ને રૂ.૧૯,૭૯,૨૩૨ દાવા તારીખથી ૯ ટકાના વ્યાજના સાથે ચુકવવા હુકમ ફરમાવેલ તેમજ પ્રતિવાદી મોર્ડન એન્ટરપ્રાઇઝને દાવાનો ખર્ચ ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં વાદી ઇમ્પેલ કાસ્ટ પ્રા.લી.તરફથી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમીત-એસ.ભગત, અનિલભાઇ ગજેરા, આનંદકુમાર ડી.સદાવ્રતી, ધર્મેન્દ્ર ડી.બરવાડીયા તથા હેમલતાબેન એસ.ચૌહાણ રોકાયેલ હતા.(૭.૨૦)

(4:25 pm IST)
  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • ગુજરાતમાં વરસાદી તાંડવ થયુ : ૮ ગામમાં વિજળી ગૂલ : ૧૯૭ હાઈવે બંધ access_time 6:34 pm IST

  • સુપ્રિમ કોર્ટની દિલ્હીના LGને ફટકાર...કહ્યું તમે ખુદને સુપરમેન ગણો છો? access_time 3:57 pm IST