Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

શનિવારે યૌવન વીંઝે પાંખ વિષે લેખક-વકતા જય વસાવડાનું પ્રવચન

શુકલ કોલેજીસ દ્વારા ઇનામ વિતરણની સાથે નિષ્ણાંતનો વાર્તાલાપ

રાજકોટ, તા. ૧ર :  શ્રી એચ. એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હર હમેશ કંઇક નવું કરી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે છે. તા. ૧૪ જુલાઇ ર૦૧૮ના વિદ્યાર્થીઓ માટે આવો અનોખો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં Prize Distribution   અને સાથે Expert-Talkનું આયોજન રાખેલ છે. જેમાં 'યૌવન વીંઝે પાંખ' વિષે વકતા શ્રી જય વસાવડાનું વ્યાખ્યાન યોજાયું છે. કાર્યક્રમમાં શ્રી અચ. એન. શુકલ ગ્રૃપ ઓફ કોલેજીસના જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં ક્રમાંક મેળવેલ હોય, તેમજ કોલેજ માં રેન્ક મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીનું સન્માન કરી પ્રોત્સાહિત  કરવામાં આવશે.

દરેક શાખામાંથી (B.Com. B.B.A., M.SC.IT, B.C.A., B.SC.IT, P.G.D.C.A., L.L.B., B.A., B.ED) BEST STUDENTનાં એવોર્ડ અને પ્રમાણપત્રથી સમ્માનીત કરવામાં આવશે, તેમજ જે વિદ્યાર્થીઓ ખેલકૂદ, રમત-ગમત, યુથ ફેસ્ટીવલ તથા અન્ય ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ હોય અને શ્રી એચ. એન. શુકલ કોલેજનું નામ રોશન કર્યુ હોય તેને પણ સન્માનિત કરવામાં આવશે.

કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે યુથમાં ફેમસ, એવા લેખક જય વસાવડા પોતે વિદ્યાર્થીઓને 'યૌવન વીંઝે પાંખ' ઉપર પોતાના વિચાર રજુક રશે અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

મુખ્યમ મહેમામન તરીકે રાજકોટના કલેકટર રાહુલ બી. ગુપ્તા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે.

શ્રી એચ. એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજમાં વિદ્યાર્થી સમ્માન સમારંભ અને Expert-Talk સફળ બનાવવા માટે પ્રેસીડેન્ટ ડો. નેહલભાઇ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રૂપાણી, ટ્રસ્ટી સંજયભાઇ વાધર, ટ્રસ્ટી પીયુષભાઇ વાધરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હેડશ્રીઓ પ્રો. કરિશ્મા રૂપાણી, પ્રો. શ્રધ્ધા કલ્યાણી, પ્રો. જયેશ પટેલ, પ્રો. મયુર વ્યાસ, પ્રો. વિશાલ રાણપરા, પ્રો. બ્રિજેશ પટેલ, પ્રો.હિરેન મેહતા, પ્રો. મિતલ સામાણી, ડો. અમીષા ધેલાણી તથા દરેક સંસ્થાના તમામ ફેકલ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. (૯.૬)

(4:17 pm IST)