Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અટીકામાં રાજેશ સખીયાના કારખાનામાં દરોડોઃ જૂગાર રમતાં ૫૫ હજાર સાથે પાંચ પકડાયા

ક્રાઇમ બ્રાંચના ભરતભાઇ વનાણી, હરેશગીરી અને યુવરાજસિંહની બાતમી

રાજકોટઃ ન્યુ નહેરૂનગર ૮૦ ફુટ રોડ પર નંદની પાર્ક-૧માં રામેશ્વર વાડી સામે રહેતાં રાજેશ ગોરધનભાઇ સખીયા (ઉ.૫૦)એ અટીકામાં કોઠારીયા બાયપાસ રીંગ રોડ રિધ્ધી સિધ્ધીના નાલા પાસે પોતાના કારખાનાની ઓરડીમાં જૂગારધામ શરૂ કર્યાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. ભરતભાઇ વનાણી, હરેશગીરી ગોસાઇ અને યુવરાજસિંહ ઝાલાને મળતાં દરોડો પાડી રાજેશ સખીયા તથા દિપક રમેશભાઇ રાદડીયા (ઉ.૩૧-રહે. રાજલક્ષ્મી સોસાયટી-૧૫, હરિ ધવા રોડ), રવજી માયાભાઇ પરમાર (ઉ.૩૨રહે. આંબેડકરનગર-૧૧), વિજય ભુરાભાઇ માંગરોલીયા (ઉ.૩૨-રહે. રામ પાર્ક-૧૨ બાલાજી હોલ પાછળ) અને દિપક મનસુખભાઇ ચાવડા (ઉ.૩૨-રહે. શાપર બુધ્ધનગર)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૫૫૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી. એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પરમાર સહિતે આ દરોડો પાડ્યો હતો.

(12:42 pm IST)