Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગુર્જર સુતાર સમાજનો ખેલકુદ અને લલીતકલા ઉત્‍સવ

સાંસ્‍કૃતિક - મનોરંજક કાર્યક્રમોઃ નામ નોંધણી ચાલુ

રાજકોટ : શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા દર વર્ષે ઉનાળાનાં વેકેશનમાં ગુર્જર સુતાર સમાજનાં વિધાર્થીઓ યુવાન ભાઇ બહેનોનાં સર્વાંગી વિકાસ માટે ‘‘ખેલકુદ અને લલિત કલા ઉત્‍સવ''નું આયોજન કરવામાં આવે છે.

આગામી ૪૬ મો ખેલકુદ અને લલીતકળા ઉત્‍સવ તા.૨૪ થી ૨૮ મે દરમ્‍યાન યોજાશે. જેમા ચેસ, કેરમ, ટેબલ ટેનીસ, સંગીત સંધ્‍યા, વિવિધ ડાન્‍સનો કાર્યક્રમ ડાન્‍સ ગજજર ડાન્‍સ, સાંસ્‍કૃતિક અને મનોરંજન કાર્યક્રમો જેમા નાટક, વેશભૂષા, શાષાીય નૃત્‍ય,અમુક રાસ-નૃત્‍ય, એકપાત્રીય અભિનય, સંગીત વગેરે તેમજ મેદાનની રમતો જેવી કે ૫૦ અને ૧૦૦ મીટર દોડ,પોટેટો રેસ, કોથળા રેસ,લીંબુ ચમચી રેસ, લોટ ફુંક, વોટર ઇન બોટલ,મ્‍યુઝીકલ ચેર, ટ્રાયસીકલ રેસ ફુગ્‍ગા ફોડ, દોરડા કુદ વગેરે ૨૦ રમતો રમાડવામાં આવશે. આ ઉત્‍સવમાં ભાગ લેવા માટે નામ તા.૧૦ થી ૨૩ સુધી સાંજે ૫ થી ૭ દરમ્‍યાન સંસ્‍થાની ઓફિસ ૭/૧૦ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ,ગોંડલ રોડ, ફોન .૦૨૮૧-૨૪૬૨૨૯૨ વધુ વિગત માટે મંત્રી નટુભાઇ ભારદીયા મો.૯૮૨૪૫ ૧૧૦૯૧ નો સંપર્ક કરવો.

(3:04 pm IST)