Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રઘુવંશી અગ્રણી યોગેશભાઈ પૂજારાને શ્રધ્ધાંજલીરૂપે બ્લડ- પ્લાઝમા ડોનેશન કેમ્પ

રઘુંવશી પરિવાર, સંકિર્તન મંદિર દ્વારા રવિવારે આયોજન

રાજકોટ,તા.૧૨: રઘુવંશી પરિવાર રાજકોટ તથા સંકિર્તન મંદિર- રાજકોટ દ્વારા હાલની મહામારીની વિકટ પરિસ્થિતિમાં બ્લડની ખુબ જ જરૂરિયાત ઉભી થયેલ હોય, તેને ધ્યાનમાં રાખીને રઘુવંશી અગ્રણી, મુક સેવક સ્વ.યોગેશભાઈ પુજારાને શ્રધ્ધાંજલીરૂપે પહેલા રકતદાન, પછી જ વેકસીન બ્લડ / પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૬ રવિવારે સવારે ૧૦ થી ૨ શ્રી કેસરીયા લોહાણા મહાજન વાડી, સેન્ટ મેરી સ્કુલની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આ કેમ્પ યોજાશે. વધુ વિગત માટે રઘુવંશી પરિવાર મો.૯૮૨૪૪ ૦૦૦૩૦, સંકિર્તન મંદિર મો.૯૪૨૭૮ ૧૧૩૭૭નો સંપર્ક કરવો. કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(2:57 pm IST)