Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

રાજકોટમાં તપાસ પૂરી ન કરનાર હેડ કોન્સ્ટેબલ અને અેઅેસઆઇને લાખો રૂપિયાનો દંડ ફટકારતા ડીસીપી

રાજકોટઃ મહિનાઓ કે વર્ષો સુધી તપાસ પૂરી નહીં કરવા બદલ પોલીસ મેન્યુઅલમાં મામુલી દંડથી બેજીક પગાર સુધીના દંડની જોગવાઈ છે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રમોદભાઈ જોશી પાસે ૨૦૧૫ ના વર્ષથી અત્યાર સુધીની ૪૫ ગુનાઓની તપાસ પેન્ડીંગ છે આ અંગે અનેક વખત સૂચનાઓ આપવા છતાં પણ તપાસો પૂર્ણ ન થતા ડીસીપી કરણરાજ વાઘેલાએ એક તપાસના ૨૦ હજારના હિસાબે રૂ. ૯ લાખ દંડ ભરવા નોટિસ ફટકારી છે જયારે એએસઆઈ રાણાભાઇ ચીહલાને પણ ૨૩ તપાસો બાકી રાખવા બદલ બેજીક પગાર લેખે રૂ. ૮ લાખથી વધુનો દંડ ફટકારાયો છે નિયમ મુજબ ગુનો નોંધાય ત્યારથી ૧૪ દિવસની અંદર તપાસ અહેવાલ આપવાનો રહે છે હત્યા, લૂંટ, બળાત્કાર કે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં આરોપી પકડાઈ ગયા હોય તો ૯૦ દિવસની અંદર ચાર્જસીટ કરવાનું રહે છે જયારે સામાન્ય ગુનામાં ચાર્જસીટની મર્યાદા ૬૦ દિવસની હોય છે તેમ છતાં લાંબા સમય સુધી તપાસો પૂરી ન કરનારા જવાબદાર સામે અધિકારીએ કડક પગલા લેતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.

(8:22 pm IST)