Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

રાજકોટના એરપોર્ટ ઉપર મુંબઇની ફલાઇટ રાઉન્ડ મારીને રવાના થઇ ગઇઃ રનવે તુટયો હોવાની ભારે ચર્ચા

એરપોર્ટ ઓથોરીટીએ આ અંગે જણાવ્યું હતું કે, મુંબઇ પરત ગયેલી ફલાઇટ એકથી દોઢ કલાકમાં પરત રાજકોટ આવી જશે. છેલ્લા થોડા દિવસોથી એરપોર્ટના રનવે ઉપર સમારકામ ચાલી રહયું છે. જયાં આજે આ ફલાઇટને ઉતરવામાં તકલીફ પડતા પરત મુંબઇ મોકલી દેવાઇ હતી

રાજકોટ, તા., ૧રઃ રાજકોટ એરપોર્ટઉપર મુંબઇથી સાંજે આવતી ફલાઇટ આજે એરપોર્ટમાં રાઉન્ડ મારીને રવાના થઇ જતા ભારે ચર્ચા જાગી છે.

આજે સાંજે આ લખાય છે મુંબઈથી રાજકોટ આવતી જેટ એરવેઝની ફલાઈટ રન-વે ઉપર નબળા ડામરકામ અને પેચવર્કના કારણે રન-વે ઉપર ખાડો પડી જતા ફલાઈટ નં. કે.આઈ.૬૫૬ લેન્ડ થઈ શકી ન હતી અને રન-વે પાસે પહોંચી ગઈ હતી. ત્યારબાદ પેસેન્જરો સાથે જ ફરી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી, એર ઈન્ડિયાની ફલાઈટ રાજકોટ ઉતરી ન શકતા પરત ફરતા વિમાન મથકે સામાન લગેજ કરાવી ચૂકેલા અને ચેક ઈન કરી ચૂકેલા સંખ્યાબંધ મુસાફરો રઝળી પડ્યા હતા. આ લખાય છે ત્યારે વિમાનમથકે રાજકોથી મુંબઈ જવા માટે આવેલા મુસાફરોએ દેકારો મચાવ્યો છે.

(7:08 pm IST)