Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

હાય રે બેકારી

કોર્પોરેશનમાં ૧૦ જગ્યા માટે ૨૦૩૩ ઉમેદવારો

આસી. એકાઉન્ટની ૩, મોબાઇલ એપ ડેવલોપની ૧, જુ. પ્રોગ્રામર-૫ તથા વોર્ડ ઓફિસર-૧ની ખાલી જગ્યા ભરવા રવિવારે પરિક્ષા

રાજકોટ તા.૧ર : મ્યુનિ. કોર્પોરેશનમાં આસી. એકાઉન્ટ, મોબાઇલ એપ ડેવલોપ, જુ. પ્રોગ્રામર તથા વોર્ડ ઓફિસર સહિતની ૧૦ જગ્યા માટે ૨૦૩૩ ઉમેદવારો તા.૧૫નાં રવિવારે લેખિત પરીક્ષા આપશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા આસી. એકાઉન્ટની ૩ મોબાઇલ એપ ડેવલોપ ૧, જુ. પ્રોગ્રામરની ૫ તથા વોર્ડ ઓફિસરની ૧ સહિતની કુલ ૧૦ જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા આ જગ્યા ભરવા ઇચ્છુકો પાસેથી અરજી મંગાવામાં આવી હતી. જેમાં આસી. એકાઉન્ટ , મોબાઇલ એપ તથા  જુ. પ્રોગ્રામર, વોર્ડ ઓફિસરમાં સહિત કુલ ૨૦૩૩ યુવાનોએ અરજી કરી છે.

કોર્પોરેશનમાં ઉપરોકત જગ્યા માટે આટલી મોટી સંખ્યામાં અરજી આવતા તંત્ર દ્વારા તા.૧પને રવિવારના પીડીએમ કોલેજ ખાતે અલગ અલગ સમયે ૧૦૦ માર્કસની ૧ કલાક લેખીત પરીક્ષા લેવામાં આવનાર હોવાનું તંત્ર વાહકોએ જણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં કોર્પોરેશન દ્વારા જુનીયર કલાર્કની પ૯ જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩પ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

(4:09 pm IST)