Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

જાહેરમાં પી...પી.. કરતા ૮ ઝડપાયા : ૧૬૦૦નો દંડ

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઇસ્ટ ઝોનના વિવિધ વિસ્તારમાં ચેકીંગ

રાજકોટ, તા. ૧ર : મ્યુનિ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઇસ્ટ ઝોનની સામાકાંઠાના વિવિધ વિસ્તારમાં જાહેરમાં યુરીનેશન કરતા ૮ લોકોને ઝડપી રૂ. ૧૬૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનની પૂર્વ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધી પાની દ્વારા ખૂલ્લામાં થતા યુરીનેશન માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં જાહેરમાં યુરીનેશન કરતા હોય તેવા લોકોને રૂ. ર૦૦/-નો દંડ કરવાનો જાહેરનામા દ્વારા આદેશ કરવામાં આવેલ જે અન્વયે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા-પૂર્વ ઝોન દ્વારા આજરોજ જૂનો મોરબી રોડ, જકાતનાકા પાસે, સંત કબીર રોડ, આજી ડેમ ચોકડી પાસે, દૂધ સાગર રોડ, નીલકંઠ સિનેમા પાસે, રોલેક્ષ રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારમાં ખૂલ્લામાં યુરીનેશન કરતા કુલ ૮ લોકોને ઝડપી રૂ. ૧૬૦૦/-નો દંડ વસુલવામાં આવ્યો છે.

આ કામગીરી પૂર્વ ઝોનના એસ.આઇ.  દ્વારા કરવામાં આવેલ છે.

(4:11 pm IST)