Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

અધિકારીઓને ફ્રિ વાઇફાઇના જલ્સાઃ પદધિકારીઓ સુવિધાથી વંચિત!

'ઘરનાં ઉપાધ્યાય ઘંટી ચાટે અને ગામનાં છોકરાવને આંટો' કહેવતનો કોર્પોરેશનમાં ઘાટ!! : સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓની બિલ્ડીંગમાં છેલ્લા કેટલાક સમયથી આ સેવા કાર્યરત : પદધિકારીઓની બિલ્ડીંગમાં કાચબા ગતીએ કામગીરીઃ અનેક તર્ક વિતર્ક

રાજકોટ તા.૧ર : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં વિવિધ સ્થળોએ ફ્રી વાઇફાઇની સુવિધા અપવામાં આવી છે. જયારે કોર્પોરેશન બિલ્ડીંગમાં અધિકારી વિંગમાં  સુવિધામાં છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે. દરમિયાન પદાધિકારી વિંગમાં વાઇફાઇની કામગીરી કાચબા ગતીએ ચાલી રહી છે. ત્યારે કોર્પોરેશન લોબીમાં ચર્ચાય રહયું છે. આ અંગે કોર્પોરેશનની લોબીમાં ર્ચાતી વિગતો મુજબ તંત્ર દ્વારા શહેરના સોરઠીયાવાડી, રેસકોર્ષ, લીમડા ચોક, ભકિતનગર સર્કલ, માધાપર ચોકડી, બીઆરટીએસ રૂટ સહિતના ૧૧ સ્થળો પર લોકો માટે ફ્રી વાઇફાઇની સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

કોર્પોરેશનમાં ચર્ચાતી વિગત મુજબ શહેરના ઢેબર રોડ પર આવેલ સેન્ટ્રલ ઝોન કચેરીમાં છેલ્લા છ માસની મ્યુનિ. કમિશ્નર બ્રાંચ, આરોગ્ય, આવાસ યોજના સહિતના શાખાના અધિકારીઓ કર્મચારીઓને ફ્રી વાઇફાઇની સુવિધા આપવામાં આવી છે. જયારે આ કચેરીમાં મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, શાસકપક્ષના નેતા, સેક્રેટરી શાખા સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટરો, કર્મચારીઓ આ સુવિધાથી વંચીત છે. સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પદાધિકારી વિંગમાં વાઇફાઇની સુવિધાની  કામગીરી કાચબા ગતીએ ચાલતું હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશનમાં એકને ગોળ, એકને ખોળ કહેવત સાર્થક થવા પામી છે.

(4:08 pm IST)