Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

નવા થોરાળામાં ભીમદિવાળી જેવા માહોલઃ ડો.આંબેડકરજીનો જન્મદિન આતશબાજીથી ઉજવાશે

બાળકોને મનોરંજન કરાવાશે, કેક કપાશેઃ આજથી ત્રણ દિ' કાર્યક્રમો

રાજકોટ,૧૨: બંધારણના ઘડવૈયા અને ભારતના મસીકા એવા ડો.બી.આર. આંબેડકરજીની જન્મજયંતિ ઉજવવા સમગ્ર ભારત થનગની રહયુ છુ. ત્યારે રાજકોટ શહેરમાં નવાથોરાળા ૮૦ ફૂટ ૧૪મી એપ્રિલ નિમીતે અનોખી ઉજવણી કરવામાં આવનાર છે.

તા.૧૨, ૧૩, ૧૪ (ગુરૂ/ શુક્ર/ શનિ) એમ ત્રણ દિવસ ભીમદિવાળી જેવો માહોલ કરવામાં આવશે.૮૦ ફૂટ રોડ લાઈટ સીરીઝથી સુસોભીત કરાયુ છે. બાળકો માટે મનોરંજન અર્થે રાઈડ જેવી કે હિચકા, ચપસયા, ચકકરડી તા.૧૩ના જાદુગર મંગલ ફેઈમ મનોહર ગઢવી દ્વારા જાદુનો શો તેમજ તા.૧૩ના રોજ આતરાબાજસ સાથે ડો.આંબેકર જન્મજયંતિ નિમીતે કેક કાપી બાબાસાહેબની ૧૨૭મી જન્મજયંતિની ઉજવણી કરાશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અંર્તગત અમારો સમાજમાં વ્યસન મુકિત જાગૃતિ દિકીરઓમાં ખાસ કરીને શિક્ષણ વ્યવસ્થા અગ્રેસર રહે અને ગરીબ બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવુ નિરાધાર લોકોને દવા લોહી વગેરે જરૂરીયાતો પૂરી પાડવી.

કાર્યક્રર્મને સફળ બનાવાવા ચુજાભાઈ પરમાર, મોતીભાઈ મકવાણા, પેઈન્ટર ઓશો, નવીન ચાડપા, બળવંત પરમાર, રમેશ રાઠોડ, ડાયાભાઈ ચાવડા, કિરણ મકવાણા, રાજુભાઈ બાબરીયા, વાસુદેવ સોલંકી, કિરણ મકવાણા, ગીરીશ વાણીયા, અશ્વીન નકુમ, વિજય નકુમ, મુકેશ પરમાર, જાદુગર મનહર ગઢવી, મયુર મકવાણા, દિલીપ સોલંકી, મયુર મકવાણા, નવીન ચાંડયા, રાજુભાઈ ચાવડા સહિતાન કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)