Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર વિપુલ ઝાપડીયા પકડાયો

ભકિતનગર પોલીસે કોળી શખ્સને કુંડળ ગામ પાસેથી દબોચ્યો

રાજકોટ તા. ૧રઃ જંગલેશ્વર વિસ્તારમાંથી એક માસ પહેલા સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં ભકિતનગર પોલીસે કોળી શખ્સને બાબરાના કુંડળ ગામની વીડીમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ જંગલેશ્વર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ગત તા. ૧ર/૩ ના રોજ વીપુલ વીઠલભાઇ ઝાપડીયા લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આ મામલે સગીરાના ભાઇએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વાલજીભાઇ જાડા, દેવાભાઇ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. કે. ગઢવી, પી.એસ.આઇ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડ કોન્સ. નિલેશભાઇ મકવાણા, મહેન્દ્રસિંહ ડોડીયા, દેવાભાઇ, ભાવેશભાઇ, ભાવીન, દિવ્યરાજસિંહ ઝાલા, સલીમભાઇ, વાલજીભાઇ અને દીપકભાઇ, પ્રવિણભાઇ અને રાણાભાઇ સહિતે બાબરાના કુંડળ ગામની વીડીમાંથી વિપુલ વીઠ્ઠલભાઇ ઝાપડીયા (ઉ.વ. ર૧) (રહે. રાધાકૃષ્ણનગર શેરી નં. ૧૪) જંગલેશ્વર મેઇન રોડ) ને ઝડપી લીધો હતો. વિપુલ અગાઉ ચોરી અને દારૂના ગુન્હામાં પકડાયો હતો. પોલીસે વિપુલ વિરૂધ્ધ બળાત્કાર અને પોસ્કોની કલમનો ઉમેરો કરી તપાસ આદરી છે.

(4:03 pm IST)