Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

અચળ લીલાઓનું સુખ ગુરૂકૃપા હોય તેને જ મળી શકે : પૂ. દિપશીખા વહુજી

શ્રીવલ્લભાખ્યાન કથામાં વિશાળ સંખ્યામાં ઉમટતા શ્રોતાઓ : સાંજે મહાપ્રભુજી પ્રાગટયોત્સવની શોભાયાત્રા

રાજકોટ : સપ્તમ ગૃહ મદન મોહનલાલજી હવેલીના ઉપક્રમે શ્રી મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવ અંતર્ગત શ્રી વલ્લભાખ્યાન કથાનું આયોજન થયુ છે. જેમાં બીજા દિવસે પૂ. દિપશીખા વહુજીએ માર્મીક વાણીમાં જણાવેલ કે નિર્ગુણનો નિર્દેશ અટપટો બ્રહ્મજ્ઞાનીઓ કેવળ કર્મજ્ઞાનીઓ અહમ બ્રહ્મસ્મી કે તેજ પુંજમાં મળી જઇને સ્વયં બ્રહ્મલીન થઇ જાય તો તેને પરમાત્મા તત્વનો સ્વાજ જ શું? એ તો કેવળ ભકતો જ માણી શકે. અચલ લીલા વિહારનો લાભ તો કેવળ ગુરૂની કૃપા હોય તેને જ પ્રાપ્ત થાય. પરાત્પર પરબ્રહ્મની એ લીલા વિહાર કે વિસ્તારની ઇચ્છાથી જ સમગ્ર બહ્માંડ અને શ્રૃષ્ટિ અને જીવો પ્રભુએ ઉપજાવી જીવોના કલ્યાણાર્થે શ્રી વિઠ્ઠલ અને શ્રી વલ્લભજી પ્રભુના પ્રાગટય ભૂતળ પર કરાવ્યા છે. જેણે શુધ્ધદ્વેત પુષ્ટીમાર્ગના સંસ્થાપન દ્વારા ભકતોના ઘેર ઘેર એમની ગોદમાં પરાત્પર બ્રહ્મને ખેલતા કરાવી સેવા દર્શન કિર્તન સુખ પ્રદાન કરાવ્યુ. દરમિયાન શ્રી મહપ્રભુજીના પ્રાગટય ઉત્સવન નિમિતે બીજા દિવસની કથામાં સર્વે વૈષ્ણવો લાલ-પીળા-કેશરી વસ્ત્રોમાં સજી ધજીને આવેલ અને કથાના સત્ર પ્રારંભે શ્રી વલ્લભ નંદોત્સવની ઘોષણા કરાઇ હતી.  સાંજે વિવિધ પુષ્ટિ હવેલીઓમાં તેમજ શ્રી વલ્લભ ગૃહોમાં પણ પ્રાગટય દર્શન શ્રી ઠાકોરજીના પલના અને નંદોત્સવ થશે. શ્રી મહાપ્રભુજી પ્રાગટય ઉત્સવ સમિતિ અને વૈષ્ણવ સંસ્થાઓ દ્વારા સાંજે ૬.૩૦ વાગ્યે લક્ષ્મીવાડી હવેલી ખાતે વિરાટ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.  વધાઇ કીર્તન અને રાસની રમઝટ સાથેની આ શોભાયાત્રા લક્ષ્મીવાડી હવેલીથી પ્રસ્થાન થઇ ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કુલ, બોલબાલા માર્ગ થઇ વલ્લભાખ્યાન કથા સ્થળે પહોંચી ધર્મસભામાં ફેરવાઇ જશે. આ કથાને સફળ બનાવવા ''શ્રી વ્રજધામ ગૃપ'' ના પ્રમુખ ગોવિંદભાઇ દાવડા, હિતેશભાઇ રાજપરા, જીતેશભાઇ રાણપરા, હિરેન સુચક, ચંદ્રેશ લાલાણી, હર્ષદભાઇ ફીચડીયા, સુખલાલભાઇ માંડલીયા, અતુલભાઇ સહિત અને વૈષ્ણવો જહેમત ઉઠાવી રહ્યા છે.વધુ માહિતી માટે વિનુભાઇ ડેલાવાળા મો. ૯૨૨૮૨ ૦૦૧૮૧, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા મો. ૯૪૨૮૦ ૦૪૪૦૧, મહેન્દ્રભાઇ ફળદુ મો. ૯૮૨૪૨ ૧૦૮૯૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:03 pm IST)