Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

જૈન ધર્મના મહાનાયક જૈનાચાર્ય પૂ.યોગતિલક સુરીશ્વરજી મ.સા.રાજકોટ પધારશે

સમગ્ર જૈન સમાજ જોડાશેઃ તડામાર તૈયારીઓ ચાલુ

રાજકોટ તા. ૧૧ : આગામી ૧પમીના રવિવારે પૂ.જૈનાચાર્ય યોગતિલકસુરિ મ.શ. રાજકોટ પધારનાર છ.ે જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઇ ગઇ છે. એમના સ્વાગત માટેસેંકડો યુવાનો જોશભેર તૈયારી કરી રહ્યા છે રાજકોટનો આવો જૈન સમાજ એક થઇને આમા જોડાવાનો છ.ે શહેરમાંથી ૧૦૦ થી અધિક જગ્યાએ આર્ટ-વર્કવાળા હોડિંગ્સ લગાવવામાં આવ્યા છે. સાઉન્ડ એકોસ્ટિક  ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશાળ ડોમમંડપ તૈયાર થઇ રહ્યો છે. જેમાં માઇક જેવા કોઇપણ ઇલેકટ્રીક સાધનો વગર હજારોની મેદની સુધી અવાજ પહોંચશે.

જેમના આગમન પર આટલો ઉત્સાહને ઉમંગ છવાઇ ગયો છેએવા આ જૈનાચાર્ય શ્રી યોગતી કસૂરી મહારાજા કોણ છે. તો ચાલો જાણીએ.

દીક્ષાધર્મના મસીહા જૈનધર્મના મહાનયક લાખો યુવાનોના રાહબર જૈનાચાર્ય શ્રી યોગતિલક સુરીશ્વરજી મહારાજા સુરિશાન્તિ સમુદાયના જૈનાચાર્ય વિજય જિનચન્દ્રસુરિશ્વરજીના શિષ્યના જૈનાચાર્ય વિજય સંયમરત્નસુરીશ્વરજીના શિષ્યરત્ન છે. મોહમયી મુંબઇમાં મોટા થયા જન્મથીજ ચકોર અને બુધ્ધિશાળી એવા તેઓ મુંબઇની ખ્યાતનામ એચ.આર. કોલેજમાં ભણી ૧૯૮૯ માં સી.એ. ની ઉપાધીથી નવાજાયા તેઓ ફર્સ્ટકલાસમાં પાસ થઇ ફકત એક વર્ષની સ્વતંત્ર ઓફીસની સફળ કારકિર્દિ છોડીને પિતાજી સાથે દીક્ષા લીધી.

પહેલેથી લોજીકલને પ્રેકિટકલ ફિલોસોફીના ચિંતક તેઓશ્રીએ જૈન શાસ્ત્રો તથા બીજા શાસ્ત્રોમાં ઉડુ ખેડાણ કર્યું એમની પ્રવચનશૈલી એટલી પ્રભાવશાળી છે કે સાંળનારા મંત્રમુગ્ધ થઇ જાય સવાજ સરળ શૈલીમાંં સચોટ પ્રવચન આપવુ એ એમની ખ્યાતી છ.ે

સુખ કયાં છે ?

સુખી થવુ છે ? જેવા સરળ પ્રશ્નોથી શરૂ થતા એમના પ્રવચનો ધારી અસર નિપજાવે છે. પ્રવચનમાં એમના દ્વારા પુછાતા પ્રશ્નો બધાને વિચારતા રકરી મુકે છ.ે તેઓશ્રીને જાહેરમાં પુછાયેલા પ્રશ્નોના એવા તો તર્કપૂર્ણને ગળે ઉતરી જાય એવા જવાબ હોય છ.ે કે તર્ક શિરોમણીનાયે ેે માથા ડોલી ઉઠે એમની હળવી હળવી હૃદયધક પ્રવચન શૈલી સમન્વય સાધનારી છે શ્રધ્ધાજીવીઓના શ્રધ્ધને પુષ્ટ કરનારીને બુધ્ધીજીવીઓના તર્કને જીવંત રાખનારી છ.ે

તેઓશ્રીની અણીયાલીને ધારદાર પ્રવચનશૈલીએ એક અનન્ય એમ.એસ. માસ્ટર સર્જનની ગરજ સારી છે આ શૈલીએ આજના કહેવાતા આઇકયુ અને ઇકયુના ગ્રેડ ધરાવતા યુવાનોના મગજ બદલી નાખ્યા છે. પતન પામતી યુવાપેઢીને એક શસકત રાજમાર્ગ આપ્યો છે.

જૈનધર્મના મહાનાયશ્રીજીના ખુદના ૧ર સભ્યોના પરિવારમાંથી ૧૦ વ્યકિતઓએ દીક્ષા  ગ્રહણ કરી છે. સુખી સંપન્ન પરિવારમાં ઉછેરલા, બુધ્ધિશાળી, આજની કોલેજોમાં ભટકેલાને સોશ્યલ મીડીયાના ચુંગાલમાં અંજાયેલા ફુટડા  યુવાનો તો દીક્ષા ગ્રહણ કરી જ રહ્યા છે. સાથે ભાઇ-બહેનો, પતિ-પત્નિને (આખા કુટુંબો)  પણ દીક્ષા લઇ રહ્યા છે. તેઓશ્રીના પ્રવચન પુસ્તકોએ પણ એવી જ અસર ઉપજાવી છે. તેઓશ્રીના પ્રવચન પુસ્તકોની ર,૦૦,૦૦૦ (બે લાખ) થી વધુ નકલો લોકોમાં આધ્યાત્મિક જાદુ પાથરી રહી છે.

આ આચાર્ય ભગવંત પોતાના ૧રપ સાધુ-સાધ્વીજી તથા અનેક મુમુક્ષોઓ સાથે પધારી રહ્યા છે. ત્યાં જોવાનું છે કે રાજકોટમાં પ્રસંગ કેવો ઉજવાય ! .

(4:06 pm IST)