Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

પુજીત રૂપાણી ટ્રસ્ટ અને રોટરી કલબ દ્વારા યોજાયો નિઃશુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ

રાજકોટઃતાજેતરમાં પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુકત ઉપક્રમે તથા સ્વ. મહાસુખભાઇ પારેખ પરિવાર તથા આર.કે.જૈન ફાઉન્ડેશનનાં સહયોગથી જરૂરીયાતમંદ દર્દીઓ માટે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ટ્રસ્ટનાં ભવન ''કિલ્લોલ'' ભાવનગર રોડ ખાતે યોજાય ગયો. જેમાં ૮૫ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં રાજકોટનાં નામાંકિત આંખના ડો. અનિમેષ ધ્રુવ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓનું ઓપરેશન કરી નેત્રમણી આરોપણ વિગેરે ીનઃશુલ્ક કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ટ્રસ્ટનાં મેડિકલ કમિટીનાં ઇન્ચાર્જ તથા મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયે પ્રાસ્તાવિક પ્રવચનમાં જણાવેલ કે આ ટ્રસ્ટ દ્વારા જે કેમ્પો યોજવામાં આવે છે તેમાં દર્દીઓનું માત્ર નિદાન જ નહીં પરંતુ તેના પછી તેની આગળની સારવારની સંપૂર્ણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટના અગ્રણી હસુભાઇ ગણાત્રાએ સ્વાગત પ્રવચન કરેલ. જયારે ઉપસ્થિત મહાનુભાવો,રોટરી કલબનાં પ્રમુખ શૈલેષભાઇ દેસાઇ,મંત્રી શૈલેષભાઇ ગોટી અને ડો.અનિમેષભાઇ ધ્રુવનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. મેડીકલ કમિટીનાં દિવ્યેશભાઇ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. કેમ્પના ઉદઘાટન સમારોહનું સંચાલન હસુભાઇ ગણાત્રાએ કર્યુ હતું. સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણી તથા અમિનેષભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેડીકલ પ્રોજેકટના કમિટી મેમ્બર્સ ડો.જૈમનભાઇ ઉપાધ્યાય,ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકર વચ્છરાજાની, દિવ્યેશભાઇ પટેલ તથા બિપિનભાઇ વસા, કાર્યકર્તાઓ કિશોરભાઇ ગમારા, કેતનભાઇ મેસવાણી, ઉમેશભાઇ કુંડલીયા, પ્રફુલભાઇ સંઘાણી, એન.જી.પરમાર, દેવજીભાઇ વાઘેલા, રમેશભાઇ જોટાંગીયા,હરેશભાઇ ચાંચીયા,સી.કે.બારોટ, રાબિયાબેન સરવૈયા, રાજુભાઇ શેઠ, કે.બી. ગજેરા, વહીવટી અધિકારીઓ શ્રી ભાવેનભાઇ ભટ્ટ તથા નિરદભાઇ ભટ્ટ, કર્મચારીઓ શ્રી ડો. હાર્દિકાબેન નંદાણી,શિતલબા ઝાલા,ડો. હેમાંશી વાછાણી, ડો. ચાંદની વાદી, ડો. ખ્યાતિ રામાણી, ડો.સ્વાતિ સગપરીયા, પ્રિતિબેન મહેતા, ધાનીબેન મકવાણા,નેહાબેન સોલંકી,વર્ષાબેન મકવાણા, રાજુભાઇ ભટ્ટ, દિપકભાઇ જોશી, અનુપભાઇ રાવલ, જીજ્ઞેશભાઇ પરમાર, કાંતિભાઇ નિરંજની વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો ફોન નં. ૨૭૦૪૫૪૫ સંપર્ક સાધવા જણાવાયું છે.

(3:51 pm IST)