Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

લાયન્સ કલબ ડીસ્ટ્રીકટનું રાજકોટમાં મળી ગયેલ વાર્ષિક અધિવેશન

ઇલેકટ ડીસ્ટ્રીકટ ગવર્નર તરીકે મોરબીના ચંદ્રકાન્ત દફતરી : વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર તરીકે દિવ્યેશ સાકરીયા

રાજકોટ : ધ ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ લાયન્સ કલબ્સ, ડિસ્ટ્રીકટ ૩ર૩ર જેનું ર૯મુ વાર્ષિક અધિવેશન અટલ બિહારી બાજપેયી ઓડિટોરિયમ, રાજકોટ મુકામે આયોજીત થયેલ. સૌરાષ્ટ્ર અને કચછની ૬૦ લાયન્સ કલબ, ૧૬ લીયો કલબ અને ૧૧ લાયોનેસ કલબના ૬૦૦થી પણ વધારે પદાધિકારીઓ અને સભ્યોએ આ વાર્ષિક અધિવેશનમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ. ડિસ્ટ્રીકટ ગવર્નર હિતેષ ગણાત્રાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેકટર સુનિલકુમાર મુખ્ય અતિથિ તરીકે હૈદરાબાદથી ખાસ ઉપસ્થિત રહેલ. કમલેશ શાહ, મલ્ટિપલ કાઉન્સીલ ચેરપર્સન અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત હતા. ડિસ્ટ્રીકટના રર પૂર્વ ગવર્નરોની વિશેષ ઉપસ્થિતિ પ્રેકર હતી. સ્વાગત પ્રવચનમાં હિતેષ ગણાત્રાએ ડિસ્ટ્રીકટની સિદ્ધિઓ વર્ણવી હતી. વિવિધ કલબો દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરી હતી. ડિસ્ટ્રીકટની બધી કલબો થકી પ,પ૦,૦૦૦/- લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ. માત્ર જામનગર ઇસ્ટ કલબ અને પ્રમુખ એસ.કે. ગર્ગ દ્વારા ૮૮૬ વધારે સેવાકીય પ્રવૃતિ કરી એક રેકોર્ડ સર્જેલ છે. નેક્રોલોજી પૂર્વ ગવર્નર મોના શેઠ દ્વારા આગવી રીતે કરવામાં આવેલ. બેનર પ્રેસન્ટેશન ભાવેશ માવાણી દ્વારા અનોખા અંદાજમાં થયેલ. ત્રણ લાયન્સ એક લીયો અને એક લયોનેસ કલબને બેનર પ્રેસન્ટેશન પ્રતિયોગિતામાં વિજેતા જાહેર કરેલ. બાદમાં વર્ષ ર૦૧૮-૧૯ના ડિસ્ટ્રીકટના નવા હોદેદારોની વરણી કરવામાં આવતા લાયન વર્ષ ર૦૧૮-૧૯ના ડિસ્ટ્રીકટ ગવર્નર (ઇલેકટ) તરીકે ચંદ્રકાંત દફતરી મોરબી, દિવ્યેશ સાકરીયા પ્રથમ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર રાજકોટ અને ધીરેન મેહતા દ્વિતિય વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર ગાંધીધામની નિયુકિત કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલ વૈષ્ણવ અને હેલી માવાણીએ કરેલ. પાવર પોઇન્ટ જીંગર ગોસ્વામી અને કોર ટીમના સભ્યો રાજીવ ભટ્ટ, વિજય જવેરી, નીતિન દેપાની, ચંદ્રેશ કોઠારી, ભાવિન થાનકી, હિરેન કિશોર વઘાસિયા, બીપીન મેહતા, મુકેશ પંચસરા, ચેતન વ્યાસ, શ્બ્બિર લોખંડવાળા, મધુભાઇ રાચ્છ, સંદીપ દફતરી અને ભાવેશ પાનસૂરીયાએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવેલ.

(3:51 pm IST)