Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

જેસીઆઇ દ્વારા બહેનો માટે બોડી લેંગ્વેજ શિબિર

 જે.સી.આઇ. રાજકોટ સિલ્વર દ્વારા નવા વિચાર સાથે મહિલા સશકિતકરણ સંદર્ભે તાજેતરમાં બોડી લેંગ્વેઝ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ટ્રેનર ભરત દુદકીયાએ મહિલાઓને હાલની પરિસ્થિતીમાં અનુભવાતી બોડી લેંગ્વેઝનો ખ્યાલ આપ્યો હતો. અંખીયો સે ગોલી મારે ટોપીક ઉપરની આ શીબીરમાં મુખ્ય અતિથિ તરીકે એમજીબીકયુના સીઇઓ વિપુલ ચાવડા, વી. કે. ફુડના મેનેજીંગ ડીરેકટર કુનાલ વણજારા, કડવા પાટીદાર સમાજના મહીલા પ્રમુખ કવિતા ઘોડેસરા, જેસીઆઇ ઝોન ૭ ના ઉપપ્રમુખ જેએફએમ ડો. પરાગી ગાંધી, ઝોન ડાયરેકટર મેનેજમેન્ટ જેએફએમ અમીષી ગાંધી, જેસીઆઇ રાજકોટ સિલ્વરના પૂર્વ પ્રમુખ હિરેન આચાર્ય દિપેશ કમાનીયા, પરેશ સંઘવી, મનીષ માલાની, ધરતી રાઠોડ, અતુલ આહ્યા ઉપસ્થિત રહેલ. સમગ્ર શિબિરની સફળતા માટે સંસ્થાના પ્રમુખ રાકેશ વલેરા, પુર્વ પ્રમુખ મધુર નર્સીયન, ટ્રેનર ભરત દુદકીયા, ધરતી રાઠોડના માર્ગદર્શન હેઠળ મહીલા પાંખના ચેરપર્સન હીના નર્સીયન, પ્રીતી દુદકીયા, પ્રશાંત સોલંકી, હરીકૃષ્ણ ચાવડા, નુરૂદીન સાદીકોટ, યુસુફ શામ, યોગેશ સુચક, દીપેન કોટેચા, ડીમપુલ દુદકીયા, પ્રતિક દુદકીયા, મેઘા ચાવડા, બીજલ સોલંકી, વૈશાલી માનસેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)