Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

શનિવારે નેત્ર- દાંત- સર્વરોગ નિદાન કેમ્પ

વીરમાયા યુવક મંડળ અને આરોગ્ય ભારતી ઉપક્રમે

રાજકોટ, તા.૧૨: વીરમાયા યુવક મંડળ અને આરોગ્ય ભારતી અને જીલ્લા આરોગ્ય કેન્દ્ર રાજકોટનાં સંયુકત ઉપક્રમે આગામી બાબા સાહેબ આંબેડકર જયંતિનાં અનુસંધાને તા.૧૪ને શનિવારે સવારે ૯ થી ૧૨ આંખ, દાંત અને વિવિધ અન્ય રોગો માટે સર્વરોગ નિદાન અને સારવાર તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન ૨/૮ કોલેજ વાડી, જીમખાના પાછળ લક્ષ્મી એપાર્ટમેન્ટ, ભીલવાસ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સંચાલિત ડો.પી.વી.દોશી સાર્વજનિક દવાખાનાના સહયોગથી દવા આપવામાં આવશે.

આંખનાં રોગો મોતિયો, ઝામર, ફૂલું, એલર્જી વી.ની તપાસ પુ.રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનાં નિષ્ણાંત ડોકટર કરી આપશે અને જરૂરી હશે તેમને ઓપરેશન પણ કરી આપવામાં આવશે. દાંતના રોગ માટે ડો.જયસુખ મકવાણા, ડો.સંજય અગ્રાવત, ડો.હાર્દિક જોબનપુત્રા, ડો.શિવાની લોઢિયા, મોનિકા ભટ્ટ તેમજ સર્વરોગમાં આયુર્વેદ ડો.બી.પી.મહેતા (જિલા આયુર્વેદ અધિકારી), ડો.કેતન ભીમાણી (એમ.ડી.), ડો.નીલાબેન જયેશભાઈ જાની (એમ.ડી.સ્રત્રીરોગ), ડો.રાજેશ ઘીયાડ (મેડીકલ ઓફિસર કોઠારિયા), ડો.મુકેશ કગથરા (મેડીકલ ઓફિસર ખરેડી), ડો.ભાસ્કર ભટ્ટ તથા એકયુપ્રેશર કેમ્પમાં જાગૃતિબેન ચૌહાણ, સંદીપભાઈ મણીયાર અને બીપીનભાઈ વઘાસીયા વી.સેવા આપશે. ઘરેલું ઉપચારમાં પ્રવીણગીરી ગોસ્વામી (ગીરીબાપુ) દ્વારા દવાની વ્યવસ્થા પણ કરેલ છે. કેમ્પનો લાભ લેવા વીરમાયા યુવક મંડળ હરેશભાઈ ચૌહાણ અને રાહુલ દવે ભાઈ તથા અપીલ કરેલ છે. તેમ રાહુલભાઈ દવે, ચૌહાણ ઉમેશ અને રાઠોડ જીતેશે જણાવ્યું છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:48 pm IST)