Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કોટક મહીન્દ્રા બેન્ક સાથેની ૧૯ કરોડની છેતરપીંડીના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૧૨ : તાજેતરમાં સમગ્ર ભારત દેશમાં વધી  રહેલ નોન પર્ફોમીંગ એકાઉન્ટ (એન.પી.એ.) તેમજ બેન્કોના કરોડો રૂપિયા ઓળવી જવાના  કિસ્સાઓ સમગ્ર ભારતદેશમાં બની રહેલ હોય, તે સમયમાં ગોંડલ હાઇવે ઉપર આવેલા ભાલારા કોટન દ્વારા કોટક મહેન્દ્રા બેન્કમાંથી લીધેલ રકમ સવા ઓગણીસ કરોડની લોન ભરપાઇ ન કરી ખોટા સ્ટોક સ્ટેટમેન્ટો તથા ખોટા ઉઘરાણીના લીસ્ટ રજુ કરીે પૂર્વયોજિત કાવત્રુ રચી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરવાના ગુનામાં આરોપીઓ બીપીનચંન્દ્ર ચંદુલાલ રાણપરીયા ત થા જીતેન્દ્ર પોપટભાઇ ભાલારા ને ે રેગ્યુલર જામીનપર મુકત કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ છે.

કેસની હકીકત જોઇએ તો ,ભાલારા કોટન પ્રા.લી. ના બન્ને આરોપીઓ ડાયરેકટરો હોય જેઓએ રાજકોટ મુકામે કોટક મહેન્દ્ર બેન્કમાંથી રૂ ૧૯,૨૫,૦૦,૦૦૦/- ની લોન  લઇ પૂર્વયોજિત કાવત્રુ રચી બેન્કના પૈસા ઓળવી જવા માટે બેન્કને નિયમ મુજબ સ્ટોક સ્ટેટમેન્ટ કે લેણદારોના લીસ્ટ રજુ નહીં કરી, તેમજ ખોટા રજુ કરી ધઁધો બંધ કરી દઇ બેન્કને આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રીનો ભંગ કરી ઠગાઇ કરતા કોટક મહેન્દ્ર બેન્ક, અમદાવાદમાં એસોસીએેટસ વાઇસ પ્રેસીડન્ટ તરીકે નોકરી કરતા લવકેશ શિવકુમાર દ્વિવેદીએ રાજકોટ શહેર એ-ડીવ. પોલીસ-સ્ટેશનમાં બન્ને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપતા આરોપીઓની ઘરપકડ કરવામાં આવેલ. જેથી બન્ને આરોપીઓને જામીન પર મુકત થવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હાઇકોર્ટે મંજુર કરી હતી.

ઉપરોકત બન્ન ેઅરજદારો વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી,કુણાલ શાહી,સંજય ઠંુમર,સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા તથા હાઇકોર્ટમાં યોગેશભાઇ લાખાણી રોકાયેલ હતા.

(3:47 pm IST)