Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કુવાડવા રોડ છપ્પનિયુ વિસ્તાર પાણી-ગટર રસ્તાની સુવિધાથી વંચીતઃ રહેવાસીઓનો કોર્પોરેશનમાં હલ્લાબોલ

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ ઉપર પોલીસ સ્ટેશન પાસે આવેલ શકિતનગર છપ્પનિયુ તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા ર૦-ર૦ વર્ષથી રસ્તા-ગટર-શુધ્ધ પાણી અને લાઇટની સુવિધા નથી જેના કારણે અહી વસવાટ કરતો પ હજારથી વધુ લોકોને ભારે મુશ્કેલી થઇ રહી છે. આજે આ વિસ્તારના સેંકડો ભાઇ-બહેનોના ટોળાએ મ્યુ.કોર્પોરેશન કચેરીએ ધસી જઇ તંત્ર વાહકો પર હલ્લા-બોલ કર્યું હતું અને તમામ પ્રકારના વેરા ભરતા હોવા છતા રસ્તા-ગટર-પાણી જેવી પ્રાથમીક સુવિધાથી આ વિસ્તાર વંચીત છે. ર૦-ર૦ વર્ષથી સુવિધા વિહોણા આ વિસ્તારમાં રોડ-ગટર-લાઇટ-પાણીની સુવિધા વહેલી તકે આપવા ઉગ્રમાંગ ઉઠાવી મ્યુ.કમીશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જે તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:42 pm IST)