Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

એટ્રોસીટીનો કાયદો હજુ કડક બનાવોઃ એસ.સી.એસ.ટી. એમ્પ્લોયઝ દ્વારા આવેદન

રાજકોટઃ ઓલ ઇન્ડિયા એસ.સી.એસ.ટી. એમ્પ્લોયઝ વેલફેર એસોસીએશન દ્વારા એકટ્રોસીટી એકટ બાબત રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી.

ઓલ ઇન્ડિયા એસ.સી./એસ.ટી વેલફેર એસો. નાં કેન્દ્ર/ રાજય સરકારનાં તમામ ડીપાર્ટમેન્ટનાં મુખ્ય હોદેદારો, લિડરોની આગેવાની હેઠળ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એકટ્રોસીટી એકટ નાં જજમેન્ટ ને પરત ખેચવાની માંગ સાથેના આવેદનપત્રો રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન નરેન્દ્રમોદીજીને પહોંચાડવા કલેકટરને સુપ્રત કરાયા હતા. દેશનાં ગામડાઓ, તાલુકાઓમાં રહેતા અનુ.જાતી/જનજાતીનાં પરિવારો પર જોર-જુલમ/ભયંકર અત્યાચારો થાય છે તેમજ સ્ત્રીઓ પર છેડતી તથા બળાત્કારના બનાવો પણ ઘણાજ બને છે. ત્યારે તેમની સુરક્ષા માટે એકટ્રોસીટી એકટ ને હજી વધારે કડક બનાવવો જરૂરી હોવાની રજુઆત કરાઇ હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બીએસએનએલ નાં એન.જી. પરમાર મો. ૯૪૨૭૨૦૬૬૩૩ એચ.ડી. પરમાર, સાજન પરમાર, રેલ્વે-કે.એલ.વાઘેલા,સી.ટી. રાઠોડ,ઇન્કમટેક્ષ-એમ.બી.દવે, એલ.આઇ.સી.-એમ.ડી. સોલંકી,  એસ.બી.આઇ.નાં એચ.આર.સાગઠીયા, એમ.જી.રાઠોડ, સી.બી.આઇ.-એમ.બી. મકવાણા, આર.દવેરા, યુનાઇટેડ ઙ્ગઙ્ગ ઇન્સ્યુરન્સ-સી.બી.મકવાણા, પોસ્ટલ ખાતુ-દિનેશભાઇ ચાવડા, આર.બી. ગોહેલ, જીલ્લા પંચાયતનાં નરેશ પરમાર તેમજ અન્ય કર્મચારી લીડરોએ જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)