Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

સાત્વીક જીવન જીવવું મનુષ્ય માટે ઉત્તમઃ પૂ.આચાર્ય મહારાજ

શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જામનગરમાં માનવ સેવા અને સંસ્કાર કાર્યક્રમ યોજાયો : જરૂરિયાતમંદોને ૭૬ સિલાઈ મશીન અને ૭૨૫ વિદ્યાર્થીઓને દફતર વિતરણ

રાજકોટઃ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનાયરાણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં જામનગર ખાતે કિર્તન સંધ્યા, માનજ જીવનના મહામુલ્યો વિષે સંતવાણી તથા માનવ સેવા અભિયાન  અંતર્ગત નિઃશુલ્ક જરૂરિયાત મંદોને સિલાઈના સંચાનું વિતરણ ૧૬નંગ સિલાઈના સંચા તથા ૭૨૫ વિદ્યાર્થીઓને દફતર વિતરણ કરાયા હતા.

પૂ.આચાર્ય સ્વામીજી મહારજે આ પ્રસંગે જણાવ્યું હતુ કે ગુજરાતમાં પાણીની સમસ્યા સર્જાઈ છે, દુષ્કાળના લીધે મુંગા પશુ, પક્ષીઓ પણ આ સમસ્યાનો ભોગ બને છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેબા સમાજ સેવાના અને પ્રાણીઓ માત્ર પ્રત્યે અનુકંપા રાખવી.

જામનગર વિસ્તારમાં માનવજીવનના મૂલ્યોનું મૂલ્યાંકન કરવા માટે કચ્છ નિવાસી જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીએ જે શ્રી સ્વામિનારાયણ ભગવાને સમાજ સેવાની જે ધૂણી ધખાવેલી. ખાસ કરીને માનવતા મહોરી ઉઠે, મુમુક્ષતા પ્રગટે તે માટેના સમાજમાં માનવમાં લાગેલા વ્યસનોનો વળગાડ, વ્યસન વહેમ, વટાળ પ્રવૃતિને કારણે જે વેરઝેર ફેલાયેલા હતા તેનો સફાયો કરવાને માટે શ્રી સ્વામિનારાયણ ગાદી  સંસ્થાન કટીબધ્ધ છે. પાણીની તંગી છે પણ દારૂની તંગી નથી માટે વ્યસનોને તિલાંજલી આપી સાત્વિક જીવન જીવ્વું મનુષ્ય માટે ઉત્તમ છે. આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કમિશ્નરશ્રી બારડ સાહેબ, શ્રીમતી વસુબેન ત્રિવેદી વિ. ઉપસ્થિત રહયા હતા.

(3:41 pm IST)