Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

યોગથી આત્માનું શુધ્ધિકરણ થાય : સાધ્વી દેવાદીતીજી

સ્વામી રામદેવજીના શિષ્યા દ્વારા રૈયા રોડ પર ચાલી રહેલ નિઃશુલ્ક યોગ શીબીરનું કાલે સમાપન

રાજકોટ તા. ૧૨ : 'શાસ્ત્રોના માધ્યમથી યોગની શિક્ષા મળે છે. જયાં સૃષ્ટી ત્યાં યોગ એ વાતને કોઇ મિથ્યા ન બનાવી શકે. યોગ માનવ જીવન સાથે વણાય ચુકયો છે' તેમ રાજકોટમાં યોગ શીબીર લેવા આવેલ સ્વામી રામદેવજીના શિષ્યા સાધ્વી દેવાદીતીજીએ 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે યોગથી શારીરીક, આત્મીક અને આધ્યાત્મિક લાભ થાય છે.  યોગથી શારીરીક આરોગ્ય સુધરે છે તેમ આત્મીક લાભ પણ બહુ મોટો થાય છે. નિયમિત અને યોગ્ય શિક્ષણ મુજબ યોગ કરવાથી આત્મા શુધ્ધ બને છે. શરીર અને આત્મા શુધ્ધ બને તો આધ્યાત્મિક તરફ વળવામાં પણ સરળતા રહે છે. આમ શારીરીક, આત્મીક અને આધ્યાત્મિક એમ બધી રીતે યોગ લાભદાયી છે.

અહીં ઉલ્લેખનીય છે કે એમ. ટેક સુધી શિક્ષણ કરનાર સાધ્વી દેવાદીતીજી બાળપણથી આધ્યાત્મિક તરફ વળેલા હતા. બાબા રામદેવજીના કાર્યો તેમને સ્પર્શી ગયા. જીવન સમર્પિત કરવાથી મોટી કોઇ સેવા નથી તેવું લાગતા લોકોમાં યોગ અને વેદનું જ્ઞાન પ્રસરાવવા દીક્ષા ગ્રણ કરી લીધી. બસ ત્યારથી સ્વસ્થ ભારત નિર્માણના ધ્યાય સાથે દેશભરમાં વિનામુલ્યે યોગ શીબીરો લેવા નિકળી પડયા છે.

ગુજરાતમાં ૧૦ એપ્રિલથી ૮ મે સુધી તેમનો પ્રવાસ નિરધારીત કરાયો છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રના પ્રવાસમાં સૌથી પહેલા તેઓએ રાજકોટની શીબીર લીધી છે.

રાજકોટામાં પતંજલી યોગ સમિતિ દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસેના મેદાનમાં તા. ૧૧ થી ત્રણ દિવસ માટે શરૂ થયેલ યોગ શીબીરમાં દરરોજ સાંજે ૬ થી ૮ સાધ્વી દેવાદીતીજી યોગનું જ્ઞાન પીરસી રહ્યા છે. કાલે છેલ્લો દિવસ છે. રજીસ્ટ્રેશન ન કરાવ્યુ હોય તેવા લોકોએ પણ નિઃશુલ્ક યોગશીબીરનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

ભારત સ્વાભિમાન ટ્રસ્ટ પતંજલિ યોગપીઠના દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ અને યોગ સમિતિના રાજય પ્રભારી વિનોદ શર્માની યાદીમાં જણાવ્યા મુજબ સાધ્વી દેવાદીતીજીનો આગળનો પ્રવાસ તા. ૧૪ થી ૧૬ ભાવનગર જિલ્લો, તા. ૧૭ ના બોટાદ જિલ્લો, તા. ૧૮ થી ૨૦ અમરેલી જિલ્લો, તા. ૨૧ થી ૨૩ જુનાગઢ જિલ્લો, તા. ૨૪ ના ગીર સોમનાથ જિલ્લો, તા. ૨૫ થી ૨૭ પોરબંદર જિલ્લો, તા. ૨૮ ના દેવ દ્વારકા જિલ્લો, તા. ૨૯ થી ૧ મે જામનગર જિલ્લો, તા. ૨ મે મોરબી જિલ્લો, તા. ૩ થી પ કચ્છ જિલ્લો અને તા. ૫ થી ૮ મે સુરેન્દ્રનગર જિલ્લામાં યોગ શીબીર ગોઠવવામાં આવી છે.

સમગ્ર શીબીરના પ્રચાર પ્રસાર માટે જિલ્લા યોગ સમિતિના પ્રભારી નટવરસિંહ ચૌહાણ, જયાબા પરમાર, કિરણબેન માંકડીયા, કિશાન સેવા સમિતિના પ્રભુદાસ મણવર, યોગ ગુરૂ કિશોરભાઇ પઢીયાર, હર્ષદભાઇ યાજ્ઞીક, રજનીભાઇ પટેલ, મમતાબેન ગુપ્તા, નિશાબેન ઠુમ્મર, જયોતિબેન પરમાર, પદ્દમાબેન રાચ્છ, નીતિનભાઇ કેશરીયા, આશાબેન લીંબાસીયા, વિભાબેન થોભાણી, કિરણબેન સોનેજી, વનીતાબેન સંઘવી, નિર્મળાબેન કારેલીયા, નૈનાબેન રાજયગુરૂ, યોગીનીબેન માહેક, અલ્પાબેન પારેખ, યુવા રાજપ્રભારી યોગારામ, યુવા પ્રાંત પ્રભારી અમિત ત્રિવેદી, પ્રાંત મહિલા સંરક્ષક નિલમબેન હીરપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સાધ્વી દેવાદીતીજી સાથે પતંજલી યોગ સમિતિના સદસ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:40 pm IST)