Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

બીજી વખત વીજ ચોરીના ગુન્હામાં છ ગણી રકમનો દંડ ફટકારતી કોર્ટ

રાજકોટ તા. ૧ : બીજી વખત વીજ ચોરીના ગુન્હામાં કોર્ટે વીજ ચોરીની રકમનો છ ગણો દંડ ફટકારીને આરોપીને કોર્ટ ઉઠતા સુધીની સજા ફરમાવી હતી

 આ કેસની હકીકત એવી છે કે , રાજકોટના પોપટપરાના રહેવાસી ચેતનસિંહ વીજયસિંહ ચોૈહાણે પોતાના મકાનમાં કનેકશન ન હોવા છતાં લંગર નાખી બિનઅધિકૃત રીતે  વપરાશ કરતા હતા. ઘરવપરાશનું વીજસ્થાપનને ચેક કરતા આઠ મીટર પીળા રંગના લાંબા વીજવાયર થી વીજ વપરાશ કરતા પી.જી.વી.સી.એલ. કાુ. ના અધિકારી હસમુખભાઇ નાથાભાઇ શંખારવાના વીજ ચેકીંગ દરમ્યાન જણાઇ આવેલ જેથી તેઓની સામે એેફ.આઇ.આર. નોેંધાવેલ સ્થળ તપાસ  કરી ચેક કરતા વીજ ચોરી માલુમ પડેલ જેથી તેઓને રૂ૧૭,૪૯૮-૦૦ પૈસાનું બીલ આપવામાં આવેલુ. સદરહુ બીલ બીજી વખતની ચોરીનું આપેલું. પી.જી.વી.સી.એલ. ના કર્મચારી  શ્રી હસમુખભાઇ નાથાભાઇ શંખારવા મારફત ચેકીંગ કરતા લંગરીયુ નાખી વીજવપરાશ કરતા રંગે હાથ ઝડપાયેલા. જેથી તેઓની વિરૂધ્ધ વીજ ચોરીની ફરીયાદ નોંધાવેલી સદરહુ કેસ ન્યાયમુર્તિ શ્રી પી.કે. સંતોષકુમાર ની કોર્ટમાં ચાલવા ઉપર આવેલ હતો.

સદરહુ કેસના અનુસંધાને ન્યાયમુર્તિ શ્રી પી.કે.સંતોષકુમારે કેસના સંજોગો તથા બીજી વખતની વીજ ચોરી હોય ઇન્ડીયન ઇલે. એકટ ૨૦૦૩ ની કલમ ૧૩૫ ની જોગવાઇઓ જોતા બીજી વખતની ચોરીમાં વીજ ચોરીની રકમથી  છ ગણો દંડ કરવાની જોગવાઇ હોય હાલના કેસમાં વીજચોરીની રકમ રૂ ૧૭,૪૯૮-૦૦ પૈસા હોય તેને છ ગણી કરી રૂ ૧,૦૪,૯૯૦-૦૦ નો દંડ તથા ટી.આર.સી. ની સજા ફટકારવાનો હુકમ ફરમાવેલ છે. સજાની જોગવાઇ ત્રણ વર્ષની છેે પરંતુ આરોપીની ઉમર તથા ૧૦ કીલો વોટની નીચેની વીજવપરાશની ચોરી હોય માનવીય અભીગમ અપનાવી  ટી.આર.સી. ની સજા ફટકારેલી અને આરોપીએે વીજચોરીનું બીલ રૂ ૧૭૪૯૮-૦૦ પૈસા પી.જી.વી.સી.એલ. માં ભરપાઇ કરી આપેલ હોય આરોપીને  કરેલ દંડમાંથી વળતર પેટ પી.જી.વી.સીે.એલ ન ેવધુ રૂ ૭૮,૭૪૩-૦૦ ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કામમાં મુળ ફરીયાદીની પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતન્દ્ર એમ. મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી એમ.એસ.જોષી રોકાયેલા હતા.(૩.૯)

(3:38 pm IST)