Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કોંગ્રેસે વિકાસ રૂંધવાનું કૃત્ય કર્યું: શંકર ચૌધરી કોંગ્રેસ વારંવાર તોફાન મચાવે છેઃ મોહનભાઇ

ઢેબર ચોકમાં ધરણા પ્રસંગે વિપક્ષની ઝાટકણી કાઢતો ભાજપ

રાજકોટ તા. ૧ર : કોંગ્રેસ દ્વારા સંસદની કાર્યવાહી ખોરવવાની ઘટના સામે ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો દ્વારા કોંગ્રેસ તેમજ વિપક્ષ સામે ધરણા-ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે  તે અંતર્ગત રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા દ્વારા આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ અગ્રણી શંકરભાઇ ચૌધરી, રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, જશુબેન કોરાટ, મેયર, ડો. જૈમન ઉપાધ્યાય, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, ભરત બોઘરા, જયંતીભાઇ ઢોલ, રાજુભાઇ ધ્રુવ, ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર જનકભાઇ કોટક, રક્ષાબેન બોળીયા, પૂર્વ પ્રમુખ પ્રતાપભાઇ કોટક, કાશ્મીરાબેન નથવાણી, પ્રવિણ માંકડીયા, મોહનભાઇ વાડોીયા, મનીષ ભટ્ટ, સંગીતાબેન છાયા, રઘુભાઇ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, બાબુભાઇ ઉધરેજા, પરેશ પીપળીયા, નિતીન ભુત, માધવ દવે, અશ્વીન પાંભર, પ્રદીપ ડવ, નિલેશ જલુ જીણાભાઇ ચાવડા, ડો. ર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, ઘોઘુભા જાડેજા,ની ઉપસ્થિતિમાં શહેરના ખાદી ભવન સામે ઢેબર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા સંસદીયા કાર્યવાહી ખોરવવાનીઘટના સામે ધરણા અને ઉપવાસ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે ડો. જૈમન ઉપાધ્યાય, જશુબેન કોરાટ, રક્ષાબેન બોળીયા સહીતનાએ કોંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

આ તકે શંકરભાઇ ચૌધરી તથા મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી ન ચાલવતા દઇને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છ.ે કોંગ્રેસે સંસદીય કાર્યવાહી ખોરવી દેશની પ્રજાની અમુલ્ય કલાકો બગાડી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર તેની નકારાત્મક માનસીકતા છતી કરી છે અને દેશની વિકાસયાત્રામાં રોડા નાખવાનું કાર્ય કર્યું છે.

શહેર અને જીલ્લાભરમાંથી તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કમલેશ મિરાણી, ડી.કે. સખીયાના માર્ગદર્શન હેઠળ મહામંત્રી દેવાંગ માંકડ જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મંત્રી વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરિવારના પ્રવિણ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, જયંત ઠાકર, હરેશ ફીચડીયા, રાજન ઠકકર, પી.નલારીયન પંડિત, ચેતન રાવલ, ઇન્દ્રીશ ફુફાડ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.(૬.૧૮)

 

(3:38 pm IST)