Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

મંજુર થયેલ સુચીત સોસાયટીઓને તો સનદ આપવા માંડોઃ ગોવિંદભાઇ પટેલ

માપણીના ઓર્ડર થયા હોય તેમનું કામ આગળ વધારવા કલેકટરને રજુઆત

રાજકોટ, તા., ૧૨: સુચીત સોસાયટીની અધુરી કામગીરી પુર્ણ કરવા ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે કલેકટરને રજુઆત કરી છે.

 

રજુઆતમાં જણાવ્યું છે કે મૂળ ર૯૮ જેટલી સુચીત સોસાયટીનું લીસ્ટ બનેલ જેમાંથી ૧પ૬ જેટલી સોસાયટીને સરકારમાંથી મંજુરી મળેલ અને બાકીની ક્રમશઃ સરકારમાંથી મંજુર થયે આગળની કામગીરી હાથ ધરાશે. ચુંટણી પહેલા જે સોસાયટીના ફોર્મ ભરાયા હતા અને માપણીના ઓર્ડર થયા હતા તેવી સુચીત સોસાયટીને હાથ પર લઇ તેમને પૈસા ભરવાની નોટીસો અપાય અને પૈસા ભરપાઇ થયે તેમને સનદ મળે તે પ્રકારની જે મામલતદાર અને નાયબ મામલતદારની ચેઇન ગોઠવાયેલ હતી તે ફરીથી કાર્યાન્વીત કરીને આ કામમાં ઝડપ લાવવા રજુઆત કરેલ.

જેના અનુસંધાને કલેકટર તંત્ર તરફથી આ બાબતે સત્વરે કામગીરી હાથ ધરવા અને બાકી રહી ગયેલ સુચીત સોસાયટીનો સર્વે કરીને તે અંગેની પણ કામગીરી હાથ ધરવાની સુચનાઓ અપાયેલ છે. આમ છતા સુચીત સોસાયટીના કોઇ પણ પ્રશ્ન અંગે કોઇ મુંઝવણ હોય તો ધારાસભ્યશ્રી ગોવિંદ પટેલનો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે. (૪.૯)

 

(3:36 pm IST)