Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

૧૬ વર્ષની સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં મુસ્તાક ઠેબા પકડાયો

રાજકોટ તા.૧૨ : ભગવતી પરા વિસ્તારની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુન્હામાં બીડીવીઝન પોલીસે મુસ્લીમ શખ્સને પકડી લીધો છે.

મળતીવિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને સાત દિવસ પહેલા મુસો હબીબભાઇ નામનો શખ્સ લાલચાવી, ફોસલાવી  બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો. આ મામલે સગીરાના પિતાએ બીડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નેંધાવતા  પી.આઇ. આર.એસ. ઠાકર તથા રાઇટર ચંદ્રસિંહે તપાસ આદરીહતી  દરમ્યાન પી.એસ.આઇ.  એમ.એમ.ઝાલા, એ.એસ.આઇ. એમ.ડી.ગોસ્વામીતથાહડ કોન્સ.વી.જે.ધગલ, અજીતભાઇ લોખીલ, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મઢ, દેવેન્દ્રસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા સહિતે સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુન્હામાં મુસ્તાક ઉર્ફે મુસો જુમાભાઇ ઉર્ફે હબીબભાઇ ઠેેબા (ઉ.વ.૧૯) (રહે. ભગવતીપરા શેરી નં.૧) ને પકડી લઇ તપાસ આરી છે.(૩.૭)

(3:34 pm IST)