Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

શ્રી મદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગ્ટય ઉત્સવ નિમિતે સેવાયજ્ઞો

ગૌશાળાઓમાં લીલુઘાસ- લાડુ અને વૃધ્ધાશ્રમ- બાલાશ્રમોમાં નાસ્તાનું વિતરણ

 રાજકોટઃ વિશ્વભરમાં ભકિતમાર્ગનો ધ્વજ લહેરાવનાર મહારૂલીક શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૧મો પ્રાગ્ટય ઉત્સ્વ મંગલ વધાઇ, સ્તોત્રપાઠ અને દિવ્યદર્શન ઝાંખી દ્વારા ઉજવાઇ રહયા છે. પરાબજારમાં સ્થિત સાત સ્વરૂપ હવેલી ખાતે સંકડો વૈષ્ણવ ભાઇઓ- બહેનો દ્વારા આશરે ૩ હજાર કિલો લાડુ બનાવવામાં આવ્યા તેમજ આજે સવારે વલ્લભકુલનાં ગૌસ્વામી પૂ.પા.ગો.શ્રી અક્ષય કુમારજી મહોદયશ્રી આચાર્યોના હસ્તે રાજકોટની જુદી- જુદી ગૌશાળા, જેવી કે બટુક મહારાજની ગૌશાળા, રાધેશ્યામ ગૌશાળા, સોમનાથ ગૌશાળા, લક્ષ્મીનારાયણ ગૌશાળા, ચીભડા  પાંજરાપોળ, કિશાન ગૌશાળા, માં ગૌરી ગૌશાળા, ખોડીયારમાં ગાંશાળા, અચ્યુતમ ગૌશાળા, વૃંદાવન ગૌશાળા, ઉમિયા ગૌશાળા, વિગેરે તેમજ રાજકોટ પાંજરાપોળમાં આશરે ૨૫૦૦૦ કિલો લીલુ ઘાસ તથા ૩૦૦૦ કિલો લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મંદબુધ્ધિ સંસ્થા ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર વિ. કેન્દ્રોમાં ગરમા ગરમ શીરો પહોચાડવામાં આવ્યો હતો.

 આ સેવાયજ્ઞમાં વિનુભાઇ ડેલાવાળા, શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, ગુણવંતભાઇ ડેેલાવાળા, મહેન્દ્રભાઇ ફળદુ, અરવિંદભાઇ પાટડીયા, પ્રભુદાસભાઇ તન્ના, ભુપેન્દ્રભાઇ છાંટબાર, જયંતિભાઇ નગદડીયા, ગોવિંદભાઇ દાવડા, ભરતભાઇ રાણપરા, (લાડુ) કિશોરભાઇ બાલંભાવાળા તેમજ શ્રીમતી પ્રફુલ્લાબેન વિજયભાઇ કોટક, રમેશભાઇ દત્તા, ધામેચાભાઇ, રમેશભાઇ ઠકકર (ગીરીરાજ હોસ્પિટલ) તેમજ દિલીપભાઇ સૌમેયા (અંકીત) જોડાયા હતા. (૪૦.૬)

(3:31 pm IST)