Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

શંકર ચૌધરીનો પુસ્તક પ્રેમ, ઉપવાસની સાથે ઉત્તમ વાંચન

રાજકોટઃ. ભાજપના પ્રદેશ અગ્રણી પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકર ચૌધરી આજે ભાજપના ધરણા નિમિતે પ્રદેશના પ્રતિનિધિ તરીકે રાજકોટ આવ્યા હતા. તેમણે ઢેબર ચોકમાં ઉપવાસની સાથે સાથે પુસ્તકનું વાંચન કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું. તેમણે ભારતમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા નામનું પુસ્તક વાંચેલ. જાહેર કાર્યક્રમમાં અલકમલકની વાતો કરવાને બદલે પુસ્તકનું વાંચન કરી તેમણે સૌનુ ધ્યાન ખેંચ્યુ હતું.(૨-૩૦)

(3:30 pm IST)