Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

સોનાના ભાવ ૩ર હજારની સપાટીએ

ગઇકાલે રાત્રે ૩ર,૧૦૦ની સપાટી સ્પર્શ કરી આજે બપોરે ૩૧,૯પ૦ રૂ. થઇ ગયાઃ ચાંદીમાં પ૦૦ રૂ.ના ઉછાળા સાથે ભાવ ૪૦ હજાર રૂ. થયા

રાજકોટ, તા., ૧રઃ સોનામાં ગત રાત્રે તેજીના તરખાટના પગલે સોનાના ભાવ ૩ર,૧૦૦ની સપાટીએ પહોંચ્યા હતા. જો કે આજે ફરી ભાવ ઘટીને ૩૧,૯પ૦ રૂ. થઇ ગયા હતા. ચાંદીમાં પણ પ૦૦ રૂ.નો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે ગઇકાલે રાત્રે સોનામાં રપ૦ રૂ.નો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૩ર,૧૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા. જો કે આજે બપોરે ર વાગ્યા સુધીમાં સોનાના ભાવમાં ૧પ૦ રૂ.નુ ગાબડુ પડયું હતું અને સોનુ સ્ટાન્ડર્ડના ભાવ ઘટીને ૩૧,૯પ૦ રૂ. થયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૩,૧૯,પ૦૦ની સપાટીએ પહોંચ્યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે ચાંદીમાં પ૦૦ રૂ.નો ઉછાળો થયો હતો.

ચાંદી ચોરસા (૧  કિલો)નો ભાવ ૩૯,પ૦૦ રૂ. હતા તે વધીને ૪૦,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

(3:00 pm IST)