Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

૩૨ ગાદલા ને આઠ કૂલર : અદ્દભૂત ઉપવાસ : પરસેવાનું ટીપુ ન પડે તેની અભૂતપૂર્વ કાળજી!!

રાજકોટ : તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયા તે અગાઉ નેતાઓએ ભરપેટ નાસ્તો કરી ઉપવાસ ઉપર બેઠા હતા. જેની ભારે ટીકા થઈ હતી. દરમિયાન આજે ભાજપ દ્વારા ઉપવાસ ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. તો આ કાર્યક્રમ દર વખતની જેમ આ પણ હાઈટેક છે. આગેવાનો કે કાર્યકરોને ગરમી ન થાય તે માટે મોટા આઠ કૂલર રાખવામાં આવ્યા છે ભાજપના આગેવાનો અને કાર્યકરો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. જે ઉકત તસ્વીર જ સાબિત કરી દયે છે પ્રજા ભલે ગરમી તાપમાં સેકાય પણ નેતાઓને ગરમી ન થવી જોઈએ! (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૮)

(12:57 pm IST)