Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

રૈયાધારમાં સંદિપ જાટના મકાનમાં જૂગારનો દરોડોઃ ૭૪ હજારની રોકડ સાથે ૧૦ પકડાયા

રાજકોટ તા. ૧૨: યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાં રહેતાં પરપ્રાંતિય યુવાનના મકાનમાં દરોડો પાડી જૂગારધામ ઝડપી લીધુ હતું. ૧૦ શખ્સોની ધરપકડ કરી પોણા લાખની રોકડ કબ્જે લેવામાં આવી હતી.

પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. કે. એન. ડોડીયા, પીએસઆઇ એચ. બી. ગઢવી, રાવતભાઇ ડાંગર,  બ્રિજરાજસિંહ અને સ્ટાફે રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે સોહનભાઇ પ્રજાપતિના મકાનમાં રહેતાં સંદિપ ગદર્પસિંગ જાટ (ઉ.૨૭)ને જૂગાર રમાડતો ઝડપી લીધો હતો. તેની સાથે પપ્પુ બિહારીભાઇ પટેલ (ઉ.૩૨), વિક્રમ સુરેશભાઇ યાદવ (ઉ.૩૫), કાતમા પ્રસાદભાઇ દયારામ (ઉ.૨૨), યોગેન્દ્ર દશરથસિંગ યાદવ (ઉ.૩૪), કોમલસિંગ માનસિંગ પાલ (ઉ.૨૨), પંકજ શ્રીવૈદપ્રસાદ શર્મા (ઉ.૨૮), રાજેન્દ્ર ગંગાપ્રસાદ જાટ (ઉ.૩૧), હરેન્દ્રસિંગ બિરેન્દ્રસિંગ જાટ (ઉ.૨૪)ને પકડી લઇ રૂ. ૭૪૪૭૦ની રોકડ કબ્જે લીધી હતી.

સંદિપે બહારના માણસો ભેગા કરી નાલ કાઢી જૂગાર રમાડવાનું શરૂ કર્યુ હતું. (૧૪.૮) 

(12:56 pm IST)