Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

પાણીના કેરબમાં ૧૫ બોટલ છૂપાવીને નીકળેલો પિન્ટૂ ઉર્ફ ભાવેશ પકડાયો

પોલીસથી બચવા કિમીયો અજમાવ્યો... છતાં ઝપટે ચડી ગયો

રાજકોટ તા. ૧૨: માલવીયાનગરના હેડકોન્સ. રાહીદભાઇ, હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહાદેવ વાડી મેઇન રોડ પર બરફના કારખાના પાસેથી પિન્ટૂ ઉર્ફ ભાવેશ રમેશભાઇ મેવાડા (ભરવાડ) (ઉ.૨૫-રહે. અમરનગર-૧)ને પાણી ભરવાના કેરબામાં અને સફેદ બોકસમાં વ્હીસ્કીની ૧૫ બોટલ રાખીને નીકળતાં પકડી લીધો હતો. પોલીસ પકડી ન શકે એ માટે આ શખ્સે પાણીના કેરબામાં બોટલો છૂપાવી હતી. દેણામાં આવી જતાં છુટક બોટલો વેંચવાનું શરૂ કર્યુ હતું. તે કોની પાસેથી આ દારૂ લાવ્યો? તે અંગે તપાસ થઇ રહી છે.

પુષ્કરધામ પાસેથી પ્રિયેશ બે બોટલ સાથે પકડાયો

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. અમિનભાઇ ગામેતી સહિતે પુષ્કરધામ રોડ પર શાક માર્કેટ પાસેથી પ્રિયેશ ઉર્ફ આશિષ અરવિંદભાઇ સોલંકી (ઉ.૧૯-રહે. આર.એમ.સી. કવાર્ટર બ્લોક ૨૬ પુષ્કરધામ રોડ)ને રૂ. ૬૦૦ના બે બોટલ દારૂ  સાથે પકડી લીધો હતો. (૧૪.૮)

(12:56 pm IST)