Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

તું અહિથી શું કામ નીકળ્યો? તેમ કહી મહેશ બગડાને હડધુત કરી છરી ઝીંકાઇઃ એટ્રોસીટી

કોઠારીયાની જીવન કિરણ સોસાયટીમાં બનાવઃ વિશાલ કડીયા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૨: કોઠારીયા ગામમાં જીવન કિરણ સોસાયટી-૫માં રહેતાં મહેશ વીરજીભાઇ બગડા (ઉ.૨૩) નામના દલિત યુવાનને તેના જ પડોશી વિશાલ દિનેશભાઇ કડીયાએ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી છરીથી ઇજા કરતાં એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો છે.

આજીડેમ પોલીસે મહેશની ફરિયાદ પરથી તેના પડોશી વિશાલ કડીયા સામે આઇપસી ૩૨૩, ૫૦૪, ૧૩૫, એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંધતા એસસીએસટી સેલના એસીપીની રાહબરીમાં તપાસ થઇ રહી છે. મહેશ મજુરી કરે છે. તે તેનું બાઇક લઇને શેરીમાં નીકળતાં વિશાલે અહિથી કેમ નીકળ્યો તેમ કહી ઝઘડો કરી ગાળો ભાંડી હડધુત કરી ડાબા હાથમાં છરી ઝીંકી દીધાનું ફરિયાદમાં જણાવાયું છે. (૧૪.૮)

(12:56 pm IST)