Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

રઘુનંદન પાર્કમાં આજીડેમ પોલીસનો દરોડોઃ જૂગાર રમતાં ૨૯ હજાર સાથે ૪ પકડાયા

પોલીસે ઘરધણી વિજય કોળી તેમજ વિશાલ, સૂરજ અને લાલજીને પકડ્યા

રાજકોટઃ આજીડેમ ચોકડીથી માંડા ડુગર તરફ રઘુનંદન પાર્ક બ્લોક નં. ૧૭૮માં રહેતો વિજય કાળુભાઇ વાલાણી (ઉ.૨૩) નામનો કોળી શખ્સ ઘરમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતાં પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. પી. સોનારા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા, જયદિપસિંહ, શૈલેષભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી વિજય તથા ભારતનગરમાં રહેતાં વિશાલ કાંતિભાઇ વાલાણી (કોળી) (ઉ.૨૨), સૂરજ સવજીભાઇ વાલાણી (કોળી) (ઉ.૨૧) અને સરધાર સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતાં લાલજી મોહનભાઇ લેલા (ભરવાડ) (ઉ.૨૩)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૯ હજારની રોકડ કબ્જે લીધી હતી. વિજય નાલ કાઢી જૂગારનો અખાડો ચલાવતો હતો. (૧૪.૭)

(12:55 pm IST)