Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

વરલીનો જૂગાર રમતાં જયેશગીરી ઉર્ફ ગુરૂ સહિત ૩ પકડાયાઃ ૧૫૦૨૦ની રોકડ કબ્જે

માધાપર ચોકડી નજીક મોરબી રોડ પુલ નીચે ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટઃ એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. જાડેજા, એએસઆઇ જગદીશભાઇ કિહોર, હેડકોન્સ. ચંદ્રસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, પ્રતાપસિંહ મોયા, ભૂપતભાઇ દેસાઇ, ક્રિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, સુધીરસિંહ જાડેજા સહિતે પેટ્રોલીંગ દરમિયાન માધાપર ચોકડીથી મોરબી રોડ બાયપાસ તરફ ઓવર બ્રીજની નીચેના ભાગે દરોડો પાડી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં જામનગર રોડ કૃષ્ણનગર-૪ના જયેશગીરી ઉર્ફ ગુરૂ પંચમગીરી ગોસ્વામી (ઉ.૫૧), મેટોડા જીઆઇડીસીમાં રહેતાં મિલન ઉર્ફ કાનો પ્રફુલભાઇ ત્રિવેદી (ઉ.૨૯) અને ઝુલેલાલનગર-૨માં રહેતાં મુકેશ દેવીદાસ મોટવાણી (ઉ.૪૨)ને પકડી લઇ રૂ. ૧૫૦૨૦ રોકડા, આંકડા લખેલી સ્લીપો, બોલપેન કબ્જે લીધા હતાં. જયેશગીરી અગાઉ પણ આવો જૂગાર રમતાં પકડાઇ ચુકયો છે. (૧૪.૭)

(12:55 pm IST)