Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

ભગવતીપરામાં વરલી રમાડતાં ઇમરાન સમા પકડાયોઃ મગનનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૨: ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસે રહેતો ઇમરાન દાઉદભાઇ સમા (ઉ.૩૩) ભગવતીપરામાં રામબાઇ ટી સ્ટોલ પાસે ઉભો રહી ફોન પર વરલી મટકાના આંકડા પર જૂગાર રમાડતો હોઇ બી-ડિવીઝનના પોલીસે પકડી લીધો હતો. પુછતાછમાં તે ભગીરથ સોસાયટીના મગન સાગર પાસે કપાત કરાવતો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસે આંકડા લખેલી ચિઠ્ઠીઓ, બોલપેન, રોકડા રૂ. ૯૪૭૦, મોબાઇલ ફોન મળી ૯૯૭૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા, પી. બી. જેબલીયા, હેડકોન્સ. ખોડુભા ઝાલા, હંસરાજભાઇ ઝાપડીયા, પ્રકાશભાઇ સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૭)

(12:54 pm IST)