Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

ગોંડલ રોડ પર આઇપીએલ મેચ પર સટ્ટો રમતાં પંકજ અગ્રાવત પકડાયો

રાજકોટ તા. ૧૨: ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટેલ નજીક રોડ પર ઉભો રહી પંકજ રમેશભાઇ અગ્રાવત (ઉ.૨૮-રહે. ઇન્દિરાનગર-૪, સિંદુરીયા ખાણ પાસે) રાજસ્થાન રોયલ અને દિલ્હી ડેર ડેવીલ્સના  ટી-ટવેન્ટી મેચ પર રન ફેર તથા સેશનના ફોન પર સોદા કરી સટ્ટો રમતો હોઇ એ-ડિવીઝન ડી. સ્ટાફના શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, ક્રિપાલસિંહ, કરણ સહિતના સ્ટાફે પકડી લઇ રૂ. ૭૦૦૦નો મોબાઇલ ફોન કબ્જે લીધો હતો. (૧૪.૬)

(12:53 pm IST)