Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

સિસ્ટમ્સ ડીઝર્વ થઈ રહી છેઃ આજે એકાદ- બે જગ્યાએ માવઠાની સંભાવનાઃ કાલથી ક્રમશઃ તાપમાન વધશે

રાજસ્થાન - મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલ ગુજરાત ઉપર લોઅરલેવલે સાયકલોનીક સરકયુલેશનઃ રાજકોટમાં ગઈસાંજે ૪ વાગ્યા આસપાસ અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા : આજે સવારથી ગરમી બફારો યથાવત

રાજકોટ, તા. ૧૨ : છેલ્લા કેટલાક દિવસોથી બપોર બાદ કોઈ - કોઈ સ્થળોએ તોફાની પવન સાથે બિનમોસમ વરસાદ વરસી જાય છે. ગઈકાલે પણ અમુક જગ્યાએ છાંટા પડ્યા હતા. દરમિયાન આજનો દિવસ માવઠાની સંભાવના છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ બની જશે અને ગરમીમાં ક્રમશઃ વધારો થવા લાગશે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલ ગુજરાત ઉપર લોઅરલેવલે એક સાયકલોનીક સરકયુલેશન છે. જેની અસરથી માવઠા પડી રહ્યુ છે પરંતુ હાલ તે નબળુ પડી ગયુ છે. આ સિસ્ટમ્સ ડીઝર્વ થઈ રહી છે. આજનો દિવસ બપોર બાદ એકાદ બે જગ્યાએ કમોસમી વરસાદની શકયતા છે. આ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર ઉપર નથી. પણ વાદળો બને અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છાંટા વરસી જાય. દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન આકરા તાપ સાથે ગરમી રહ્યા બાદ લગભગ બપોરના ૪ વાગ્યાની આસપાસ શહેરના બે એક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. પવનનું જોર પણ રહ્યુ હતું.(૩૭.૬)

(11:43 am IST)