Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

વેકેશન સંદર્ભે રાજકોટ એસ.ટી. દ્વારા ભુજ-નારાયણ સરોવર માટે ૧૪ મીથી સ્પે. બસ

કાલાવાડ માટે વધુ ૩ મીની બસ મુકાઇઃ કુલ ૧પ મીની બસ દોડશે

રાજકોટ તા. ૧ર :.. વેકેશન શરૂ થઇ ગયું છે, ધો. ૧૦-૧ર ની પરીક્ષા પુરી થઇ હવે ધો. ૧ થી ૯ ની તાજેતરમાં જ  પુરી થઇ જશે. વેકેશન પીરીયડ શરૂ થતા જ રાજકોટ એસટી ડીવીઝનમાં ચિક્કાર ટ્રાફીક શરૂ થઇ ગયો છે. રોજની આવક ડીવીઝનની ૪૦ લાખે પહોંચી ગઇ છે.

દરમિયાન ટ્રાફીકને પહોંચી વળવા ડીમાન્ડ મુજબ સ્પે. અને એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરાયાનું ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા' ને ઉમેર્યુ હતું.

તેમણે જણાવ્યું હતું કે, આગામી તા. ૧૪ થી રાજકોટથી ભુજ-નારાયણ સરોવર માટે સ્પે. બસ મુકાશે, જે દરરોજ રાત્રે રાજકોટથી ૧૧-૧પ કલાકે ઉપડી, સાંજે ૭ વાગ્યે ભુજથી રાજકોટ રીર્ટન થશે.

આવી જ રીતે રાજકોટ-ભુજ-માંડવી વચ્ચે પણ સાંજે ૭.૩૦ કલાકે ખાસ એકસ્ટ્રા બસો દોડાવાશે.

કાલાવાડ બાજૂએ ચિક્કાર ટ્રાફીક હોય લોકલ રૂ. ૩ર ના ભાડાએ ૧ર મીની બસ દોડાવાતી હતી તેમાં હવે ૧૪ મીથી વધુ ૩ નવી મીની બસો મુકાઇ છે, હવે રાજકોટ- કાલાવડ રૂટ ઉપર ૧પ મીની બસો દોડશે. (પ-૪)

(10:57 am IST)