Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

હાશ... હવે કલેકટરોને જે તે હેડકવાર્ટરમાં જ રહેશે : લોકોના કામો ઝડપી બનશે : ગાંધીનગર રૂબરૂ દોડાવવાનું બંધ

મહેસૂલ વિભાગનો દરેક વિભાગ માટે પરિપત્ર : બુધવારે વીડીયો કોન્ફરન્સથી વિગતો આપી દયો

રાજકોટ, તા.૧ર : મહેસૂલ વિભાગે મહત્વનો એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દરેક કલેકટરોને ગાંધીનગર રૂબરૂ બોલાવવાનું બંધ કરી દેવાયું છે.

સામાન્ય રીતે કલેકટરશ્રીઓએ જિલ્લા કક્ષાએ સોમવાર, મંગળવાર અને ગુરૂવારે જનસંપર્ક કેળવી મહેસૂલી વહિવટ, જાહેર વ્યવસ્થા અને પ્રજાલક્ષી કામગીરી માટે કચેરી ખાતે ઉપલબ્ધ રહીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ખૂબ જ સક્રિય, માર્ગદર્શક અને પરિણામલક્ષી કામગીરી બજાવવાની હોય છે. વધુમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ  રૂપે જળવાઇ રહે તે માટે તેઓનો જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકેની ભુમિકા અતિ મહત્વની છે. ઉપરાંત મહેસૂલી કાયદાને લગતા કોર્ટ કેસોની સુનાવણી પણ સામાન્ય રીતે આ દિવસોમાં રાખવામાં આવતી હોઇ કલેકટરશ્રીની અપુપસ્થિતિના કારણે તે મુલત્વી રેહવાના કિસ્સામાં પક્ષકારોને મુશ્કેલીઓ પડતી હોય છે. આ ઉપરાંત વહીવટી વિભાગો દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓમાં પણ કલેકટરશ્રીઓ જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે રોલ પણ ઘણો જ મહત્વનો અને ચાવીરૂપ હોય છે. સરકારનો અભિગમ એવો છે કે જિલ્લાના વહીવટ અને નાગરિકોના પ્રશ્નો પરત્વે તેઓએ વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ જી.સ્થાન કનેકટીવીટીથી જોડાયેલી છે. આધુનિક યુગમાં વિકાસ પામેલ કોમ્યુનિકેશન ટેકનોલોજીના કારણે સંપર્કના અન્ય માધ્યમો પણ સુલભ બન્યા છે. આથી જુદાજુદા વહીવટી વિભાગોની પ્રજાલક્ષી યોજનાઓની સમીક્ષા અર્થે કલેકટરશ્રીઓને કાર્યમથક છોડીને રૂબરૂ બોલાવવા અંગે કોઇ ચોકકસ માર્ગદર્શક સુચનાઓ આપવાની બાબત સરકારની વિચારણામાં હતી. પુખ્ત વિચારણાના નીચે મુજબની સુચનાઓ સર્વે વિભાગોને પરિપત્રિત કરાઇ છે.

આથી હવે જુદા જુદા વહીવટી વિભાગોએ કલેટરશ્રીઓને ગાંધીનગર ખાતે સરકારી કામકાજ અર્થે રૂબરૂ નહીં બોલાવતા વીડીયો કોન્ફરન્સીંગ તથા અન્ય ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગનોઙ્ગઅભિગમ રાખવાનો રહેશે. આવી વીડીયો કોન્ફરન્સ સામાન્ય રીતે બુધવારે ૧પ.૦ કલાકથી ૧૮.૦ કલાક દરમ્યાન જ રાખવાની રહેશે. આ સિવાય અનિવાર્ય સંજોગોમાં અન્ય દિવસોમાં કલેટરશ્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સ રાખવાની થાય તો અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ની પૂર્વ પરવાનગી મેળવ્યા બાદ જ તેમ કરી શકાશે.(૨૩.૪)

(10:57 am IST)