Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

મયુર વાઢેર તથા દિનેશભાઇ પીઠડીયાના બેભાન હાલતમાં મોત

કોઠારીયા શુભમ્ પાર્ક અને રામનાથપરામાં બનાવ

રાજકોટ તા. ૧૨: કોઠારીયા સોલવન્ટ પાસે શુભમ્ પાર્કમાં રહેતો મયુરભાઇ પ્રતાપભાઇ વાઢેર (ઉ.૩૫) નામનો કોળી યુવાન સાંજે સાતેક વાગ્યે ઘરે હતો ત્યારે ચક્કર આવતાં પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

આજીડેમ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. લગ્ન થઇ ગયા હતાં. પણ છૂટાછેડા લઇ લીધા હતાં. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં રામનાથપરા-૧૪માં રહેતાં દિનેશભાઇ જયસુખભાઇ પીઠડીયા (ઉ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. એ-ડિવીઝનના પી.એસ.આઇ. એસ. વી. સાખરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(9:44 am IST)