Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ઉદ્યોગ-ધંધાને અવિરત ચલાવવા વીજળીની જરૂરિયાતનો સારી રીતે પ્રયોગ કરવો પડશેઃ ડો. નિલમ ગોયલ

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પરમાણુ સહેલી અંતર્ગત સેમિનાર યોજાયો

રાજકોટ તા.૧૨: શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન રાજકોટ ખાતે પરમાણુ સહેલી દ્વારા પરમાણુ ઉર્જા તથા નદીઓના સંગમ અભિયાન ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના દરેક પદાધિકારીઓ તેમજ સદસ્ય હાજર હતા.

આ સેમિનારમાં પરમાણુ ઉર્જા જાગૃતતા તથા વિકાસની અધ્યક્ષા ડો. નિલમ ગોયલ ભારતની પરમાણુ સહેલીએ પી.પી.ટી. પ્રેઝન્ટેશન, ફિલ્મ પ્રેઝન્ટેશન, તેમજ પ્રદર્શન દ્વારા પરમાણુ ઉર્જાની મોજુદગી, ઉપયોગીતા તેમજ સાર્થકતા વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરી. પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલે જણાવ્યું કે ભારત ૨૦ હજાર મેગાવોટ દ્વારા પુષ્કળ પાણી પરમાણું વીજળી ઘરોની ક્ષમતા પ્રાપ્ત થવાથી તુરત જ પોતાના થોરીયમનો પ્રારંભ કરી દેશે. જેનાથી ભારત પ્રતિવર્ષ લગભગ દરેક વ્યકિત દીઠ ૨૦૦૦ યુનિટ  વીજળીનું ઉત્પાદન કરશે. ડો. નિલમ ગોયલે જણાવ્યુ કે ભારતની પાસે થોરિયમ માટે થોરિયમ રૂપી ઇંઘણનો વિપુલ જથ્થો મોૈજુદ છે. ભારત આ ટેકનિક માટે પૂર્ણરૂપે સક્ષમ છે. સ્વદેશી ઇંધણ તેમજ સ્વદેશી ક્ષમતાથી વીજળીનું ઉત્પાદન બહુ જ નજીવી કિંમતે થઇ શકશે. આજે જયારે પ્રતિ યુનિટ વીજળીનું ઉત્પાદન ૬.૫૦ રૂપિયા સુધી છે, થોરિયમ ચક્ર થી ઉત્પાદિત પ્રતિ યુનિટ વીજળીની કિંમત ૧ રૂપિયાથી પણ ઓછી આવશે. જેથી જે વીજળી આજે વ્યાપારીઓને ૭ રૂપિયે પ્રતિ યુનિટના હિસાબે મળી રહી છે તે વીજળી તેને માત્ર ૧ રૂપિયામાં મળી શકશે. આ પ્લાન્ટ માટે વધારાની જગ્યાની જરૂરીયાત નહી રહે. આ પ્લાન્ટ શહેર તેમજ લોકોનાં રહેણાંકની વચ્ચે જ લાગી શકશે. જે સુશોભિત મોલની જેમ હશે ઉપરાંત તેનાથી પ્રાણીઓને કોઇપણ પ્રકારનો ભય નહી રહે.

ભારતની સમગ્ર વીજળી ઉત્પાદન યોજના દ્વારા ભારતને પ્રતિ વર્ષ ૫૦૦૦ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવાનું છે. જેમાં ૨૦૦૦ યુનિટ વીજળી પરમાણું ઉર્જા દ્વારા, ૧૦૦૦ યુનિટ વીજળી સૂર્યઉર્જા દ્વારા, ૧૦૦૦ યુનિટ વીજળી કોલસાથી, ૨૫-૨૫૦ યુનિટ વીજળી પાણી તેમજ હવાથી અને બાકીની ૫૦૦ યુનિટ વીજળીનું ઉત્પાદન અન્ય સ્ત્રોતોથી કરવાનું છે. જેના માટે ભારતને કુલ પરમાણું ઉર્જાથી ૪.૮૦ લાખ હજાર મેગાવોટ પાવર પ્લાન્ટ લગાવવાનો છે. હાલમાં ભારતની વીજળી સ્થાપિત ક્ષમતા ૨,૭૫,૦૦૦ મેગા વોટ છે. અને પ્રત્યેક વર્ષ વપરાશની ટકાવારી ૯૧૦ યુનિટ છે.

ભારતને પોતાની સૌર ઉર્જા વીજળી યોજનાથી પ્રતિ વર્ષ પ્રત્યેક વ્યકિત અંદાજે ૧૦૦૦ યુનિટ વીજળીનું ઉત્પાદન કરવા માટે ૧૦.૦૦ લાખ મેગાવોટના પરમાણંુ વિજ મથકની સ્થાપના કરવી પડશે. જેના માટે રપ હજાર વર્ગ કિલોમીટર જમીનની જરૂર પડશે. આ જમીન ભારતના થાર રણમાં મળી શકશે. અને એ પણ સંભવ છે કે જયારે ભારતની એક વધારે મહત્વાકાંક્ષી યોજના ''ભારતની દરેક નદીઓનાં સંગમ''ની શરૂઆત થઇ શકે. બીજુ તેનાથી ઉત્પાદીત વીજળીની પ્રતિયુનિટ કિંમત ૬.૫૦ રૂપિયા સુધી હશે.

ડો. નિલમ ગોયલે જણાવ્યું કે ભારતને દરેક માધ્યમથી તેની ઉપલબ્ધિ તેમજ મહત્વને જોતા વીજળીનું ઉત્પાદન કરવું પડશે.

તેમણે પરમાણું ઉર્જાથી વીજળી બનાવવા તેમજ પરમાણું વીજળીઘરો બાબતે વ્યાપક માન્યતાઓ તેમજ અફવાઓનું નિરાકરણ કર્યું, ઉત્સવોમાં, પરમાણું સહેલીએ વિષય સંબંધિત પુસ્તિકાનું પણ વિમોચન કર્યું. ઉત્સવમાં પધારેલ દરેક વ્યાપારીઓ તેમજ મહાશયોએ ડો. નિલમ ગોયલના સાચા વિશ્ લેષણ તેમજ ભવિષ્યમાં વીજળીના ઉત્પાદનની યોજનાનું સ્પષ્ટ ઉદાહરણને અતિ મહત્વનું જણાવ્યું અને તેના આ પ્રયાસને એક જાગૃત ક્રાંતિના રૂપમાં એક અીત મહત્વનો પ્રયાસ જણાવ્યો.

એસોસિએશનના અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ કિશોરભાઇ તિલારા, તેમજ અમૃતભાઇ ગાડિયાએ ડો. નિલમ ગોયલ દ્વારા ચલાવવામાં આવી રહેલ જાગૃતતાના કાર્યક્રમની સરાહના કરી તેમજ દેશ માટે જરૂરી બતાવ્યું તેમજ આ ક્રાંતિમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જેટલો બનશે તેટલો સહયોગ કરશે તેમ જણાવ્યું હતું.

(3:38 pm IST)