Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રાજકોટના જાણીતા મોબાઇલ ડીલર વિરૂધ્ધ ૧૦ લાખના ચેક રિટર્નની ફરિયાદ

રાજકોટ શહેરના જાણીતા મોબાઇલ ડીલર એવા એસ્ટ્રોન ચોકમાં આવેલ કોર મોબાઇલ કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રેણીક શેઠ સામે કોર્ટમાં રૂ.૧૦,૦૦,૦૦૦ના ચેક રીટર્ન થયાની ફરીયાદ નોંધાઇ છે.

આ કામમાં કેસની હકીકત એવી છે કે રાજકોટ શહેરમાં રહેતા જયદેવસિંહ વિજયસિંહ પરમાર આ કામના કે જેઓ મુળ ફરીયાદી છે તેઓએ રાજકોટ શહેરની જાણીતી એવી કોર મોબાઇલ ડીલર કોર મોબાઇલ કંપનીના મેનજીંગ ડીરેકટર શ્રેણીક શેઠ સાથે ધંધાકીય વ્યવહાર માટે તેઓની સાથે નાણાંકીય વ્યવહાર કરેલો. અને આ કામના ફરીયાદીને ઉપરોકત રકમ છ મહીનામાં પરત ચુકવી આપશે એવી બાંહેધરી આપી હતી પરંતુ જયારે ફરીયાદીએ આરોપી પાસેથી રૂ.૧૦,૦૦,૦૦૦ની પરત માંગણી કરતા આ કામના આરોપી એવા શ્રેણીક શેઠે ફરીયાદીને રૂ.૧૦,૦૦,૦૦૦નો ચેક આપેલો.

આ ચેક રીટર્ન થયેલો અને જેથી આ કામના ફરીયાદીએ શ્રેણીક શેઠ સામે ચેક રીટર્ન થયા અંગેની ફોજદારી ફરીયાદી દાખલ કરેલી. રાજકોટમાં બીજા અસંખ્ય લોકો પાસેથી પણ આ શ્રેણીક શેઠે ખુબ મોટી સંખ્યામાં પૈસા મેળવી લીધેલ છે. પરંતુ ત્યારબાદ એ એક પણ લોકોને પૈસા પરત આપવાનો સંપુર્ણપણે ઇન્કાર કરી દીધેલ આમ રાજકોટની આવી જાણીતી કંપનીના મેનેજીંગ ડીરેકટરનો ચેક રીટર્ન થતા તેમની વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે. અને જે ફરીયાદ દાખલ થતા અદાલત દ્વારા શ્રેણીક શેઠ ઉપર સમન્સ કાઢવામાં આવેલ છે.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ રક્ષિત વી.કલોલા, અશ્વિન ડી.પાડલીયા, રાહુલ બી.મકવાણા, સંજય આર.પરમાર,રોકાયેલા છે.

(3:37 pm IST)