Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

વોર્ડ નં.૧૦માં મહિલા દિવસની ઉજવણીઃ સિધ્ધિ મેળવનાર મહિલાઓનું બહુમાન

રાજકોટ :  વિશ્વ મહિલાદિન નિમિતે વોર્ડ નં.૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા તથા સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજા અને સોમેશ્વર મહાદેવ મંદિરમહિલા મંડળના  પ્રમુખ ભાનુબેન ફડદુ  દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ. નાની બાળાઓથી લઇને સ્કુલ-કોલેજની વિદ્યાર્થીનીઓ તથા અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ  મેળવનાર તથા વિવિધ ક્ષેત્રે સેવાકાર્ય કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, મુખ્ય મહેમાન પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, પૂર્વ સાંસદ રમાબેન માવાણી, સન્માનીત  અનસુયાબેન  ડેડાણીયા, લતાબેન સોરઠીયા, ડો. રાહુલ ગોંડલીયાએ પ્રાસંગીક પ્રવચના કરી નારી ઉત્કર્ષની વાતોને વેગ આપ્યો હતો. આ પ્રસંગે  ભાનુબેન ફડદુ, ભાનુમતિબેન જુંજા, નીતાબેન કાલરીયા,  મનીષાબા વાળા , અલ્કાબેન  જાની, કમળાબેન કણસાગરા, રીટાબેન કનેરીયા, ડો.ઉષાબેન દેવાણી, દિપિકાબેન  પ્રજાપતી, ભાર્ગવીબન ગોહિલ વગેરે મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.સંમેલન સ્થળે ડો. રાહુલ ગોંડલીયા દ્વારા સ્વાઇન ફલુ માટેની દવાનો ડોઝ  તથા બીપી અને ડાયાબીટીસ ચેક અપ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન સિનર્જી હોસ્પીટલના સહયોગથી કરવામાં આવેલ.  તજજ્ઞો દ્વારા હેલ્થકેર અંગે માર્ગદર્શન આપવામા ં આવેલ. કાર્યક્રમને  ે સફળ બનાવવા ભરતભાઇ જોશી, અશોકભાઇ દત્તાણી તથા મનુભાઇ રાચ્છના માર્ગદર્શનમાં પરસોતમભાઇ કણસાગરા, અંકુર માવાણી, તેજસ જોષી, ડી.બી. ગોહિલ, તુષીત પાણેરી, સંજય હિરાણી, મિલન શીરા, રોયલ ભાલોડીયા વગેરેએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ જુંજા દ્વારા તથા આભારવિધી  ડો. પ્રિયંકા અઘેરા દ્વારા કરવામાં આવેલ

(3:35 pm IST)